Bharuch : આત્મહત્યા માટે એપી સેન્ટર બનેલા નર્મદા મૈયા બ્રિજ પર સેફ્ટી ગ્રીલ લગાડાઇ

Aug 13, 2025 - 14:30
Bharuch : આત્મહત્યા માટે એપી સેન્ટર બનેલા નર્મદા મૈયા બ્રિજ પર સેફ્ટી ગ્રીલ લગાડાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નર્મદા નદી ઉપર દક્ષિણ ગુજરાતને જોડતો નર્મદા મૈયા બ્રિજ જ્યારથી બન્યો ત્યારથી જ સ્યુસાઈડ પોઈન્ટ તરીકે કુખ્યાત રહ્યો છે. બ્રિજ ઉપર થતાં આપઘાતના બનાવો અટકાવવા વારંવાર સામાજિક આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવતા આખરે હવે લાંબા સમય બાદ અંતે તેને સુરક્ષા કવચ મળશે જેથી આપઘાતના બનાવો અટકશે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે.



બ્રિજ જાણે આત્મહત્યા માટે એપી સેન્ટર બન્યો

ભરૂચની મધ્યમાંથી પસાર થતી નર્મદા નદી ઉપર નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ થયું અને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યા બાદ આ બ્રિજ જાણે આત્મહત્યા માટે એપી સેન્ટર બન્યો હોય તેમ રોજ બરોજ લોકો આત્મહત્યા કરતા સ્યુસાઈડ પોઈન્ટ તરીકે સમગ્ર ગુજરાતમાં કુખ્યાત થયો હતો.જેના કારણે સામાજિક યુવા આગેવાન યોગી પટેલ દ્વારા સેફ્ટી ગ્રિલ લગાડવા માટે એક વર્ષ ઉપરાંતથી લડત ચલાવી હતી અને કલેક્ટર,માર્ગ અને મકાન વિભાગને રજૂઆત કર્યા બાદ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી.



સેફ્ટી ગ્રિલ લગાવવાની કામગીરીનો પ્રારંભ

આ રજૂઆત બાદ વહીવટી તંત્ર અને ધારાસભ્ય દ્વારા વહેલા વહેલી તકે સેફ્ટી ગ્રિલ લાગે અને આત્મહત્યાના બનાવ અટકે તે માટેની ગંભીરતા લઈ 1.55 કરોડના ખર્ચે બ્રિજની બન્ને બાજુ સેફ્ટી ગ્રિલ લગાવવાની કામગીરીનો પ્રારંભ થતાં વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.



બ્રીજની બંને બાજુ સંપૂર્ણ સેફ્ટી ગ્રિલ લગાવવાની કામગીરી

ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ આ બાબતે જણાવ્યું હતું કે હાલમાં પ્રારંભિક તબક્કા હેઠળ બ્રિજ પર સેમ્પલિંગ માટે સેફ્ટી ગ્રિલ લગાડવામાં આવી છે.જેનું સેમ્પલિંગ બાદ માર્ગ મકાન વિભાગ દ્વારા સ્થળ નિરીક્ષણ કરી ડિઝાઈન કે મટીરીયલમાં જરૂરી ફેરફાર જણાશે તો તે કરવામાં આવશે.જે બાદ આગામી દિવસોમાં બ્રીજની બંને બાજુ સંપૂર્ણ સેફ્ટી ગ્રિલ લગાવવાની કામગીરી હાથ ધરાશે.

આત્મહત્યાના બનાવોમાં ઘટાડો થવાની અપેક્ષા

ઉલ્લેખનીય છે કે નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં ઝંપલાવી આત્મહત્યાના અનેક બનાવો બન્યા છે.ત્યારે આ પહેલથી હવે આત્મહત્યાના બનાવોમાં ઘટાડો થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0