Bharuch News: જામા મસ્જિદમાં કેટલીક મહિલાઓએ પૂજા કર્યાનો વીડિયો વાયરલ

Mar 4, 2026 - 10:30
Bharuch News: જામા મસ્જિદમાં કેટલીક મહિલાઓએ પૂજા કર્યાનો વીડિયો વાયરલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભરૂચની જામા મસ્જિદમાં કેટલીક મહિલાઓએ ફૂલોના હાર અને શ્રીફળ મુકીને પૂજા કર્યાનો વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. મહિલાઓ દ્વારા મસ્જિદમાં પૂજા કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસની હાજરીમાં આ પૂજા થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મુસ્લિમ સમાજના લોકોએ સમગ્ર બાબતે વિરોધ નોંધાવ્યો હતો. અગાઉ આ જગ્યાને લઈને આંદોલન થયું હતું.


ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદનો વિડીયો વાયરલ

ભરૂચની જામા મસ્જિદમાં કેટલીક મહિલાઓએ પૂજા કરી હોવાનો વીડિયો વાયરલ થતાં મુસ્લિમ સમાજે વિરોધ નોંધાવ્યો હતો. પોલીસની હાજરીમાં આ પૂજા કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અગાઉ આ જગ્યાને લઈને આંદોલન થયું હતું. આ મસ્જિદ શ્રીફળ વિહાર જૈન મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ જગ્યા શ્રી ચક્રધારી સ્વામીનું જન્મસ્થળ હોવાનો પણ દાવો કરાયો છે. જામા મસ્જિદ હાલમાં પુરાતત્ત્વ વિભાગ હસ્તક છે. અહીં નિયમો વિરૂદ્ધ મદરેસાની પ્રવૃત્તિ ચાલતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

સંતોએ આ જગ્યા માટે ઉપવાસ આંદોલન પણ કર્યું હતું

અગાઉ સંત સમાજે પણ અહીં જૈન મંદિર હોવાનો દાવો કર્યો હતો. સંતોએ આ જગ્યા માટે ઉપવાસ આંદોલન પણ કર્યું હતું. આ ધરોહર પુરાતત્ત્વ વિભાગ પાસે હોવા છતાં ત્યાં નિયમો વિરૂદ્ધ મદરેસા સહિતની પ્રવૃત્તિ ચાલતી હોવાના આક્ષેપો થયા હતાં. આ ધરોહરની મુલાકાતે આવેલી મહિલાઓ દ્વારા ફૂલ, શ્રીફળ અને પ્રસાદ સાથે પૂજા કરવામાં આવી હોવાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.


આ પણ વાંચોઃ Ahmedabad News : ગ્રીન સિટી બનાવવા AMC 1 હજાર કરોડના બોન્ડ બહાર પાડશે, કિચન ગાર્ડનિંગ પર વર્કશોપ યોજાશે


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0