Bharuch News : આમોદના વાતરસા ગામના તત્કાલીન સરપંચ અને ડે.સરપંચને ભૂસ્તર વિભાગે માટે ખોદકામને લઈ ફટકાર્યો ₹1,45,17,545 કરોડનો દંડ

Sep 24, 2025 - 09:30
Bharuch News : આમોદના વાતરસા ગામના તત્કાલીન સરપંચ અને ડે.સરપંચને ભૂસ્તર વિભાગે માટે ખોદકામને લઈ ફટકાર્યો ₹1,45,17,545 કરોડનો દંડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભરૂચ જિલ્લાના આમોદના વાતરસા ગામના તત્કાલીન સરપંચ અને ડે.સરપંચને દંડ કરાયો છે, આમોદ તાલુકાના વાતરસા ગામે થયેલા ગેરકાયદે માટી ખોદકામ મામલે ભૂસ્તર વિભાગે કડક કાર્યવાહી હાથધરી છે. ગામના તત્કાલીન સરપંચ વલી ઇસ્માઇલભાઈ ચટી અને ડેપ્યુટી સરપંચ સામે ₹1,45,17,545 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આશરે 58,835 મેટ્રિક ટન માટીનું ગેરકાયદે ખનન થયું હોવાની વાત સામે આવી છે

સત્તાવાર માહિતી મુજબ, વાતરસા ગામે અલગ–અલગ સર્વે નંબરોમાંથી આશરે 58,835 મેટ્રિક ટન માટીનું ગેરકાયદે ખનન થયેલ હોવાનું બહાર આવ્યું છે. આ સંદર્ભે તત્કાલીન સરપંચ વલીભાઈ ઇસ્માઇલભાઈ ચટીને 6 ઓક્ટોબરના રોજ ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી (DDO) સમક્ષ સુનાવણીમાં હાજર રહેવા નોટિસ પાઠવવામાં આવી છે.

સમગ્ર મામલો શું છે?

માહિતી અનુસાર, ટાટા પ્રોજેક્ટ લિમિટેડે તેમના કામ માટે માટી માગણી કરી હતી. જે અંગે વાતરસા ગ્રામ પંચાયતે બેઠક કરીને ઠરાવ પસાર કર્યો હતો કે આ મામલે ઉપરી અધિકારીની મંજૂરી મેળવીને આગળની પ્રક્રિયા કરવામાં આવે. તેમ વાતરસા ગામના સરપંચ તલાટી દ્વારા કહેવામાં આવ્યું હતું. અગાઉ તારીખ 6-6-2023ના રોજ આ મુદ્દે અરજી કરીને જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી હતી, જે દફતરે નિકાલ કરી દેવાઈ હતી. હવે ફરીથી ખાણખનિજ વિભાગ દ્વારા સીધી દંડની કાર્યવાહી હાથ ધરાતા સવાલો ઊભા થઈ રહ્યા છે કે એક વાર અરજી દફતરે કરી દેવામાં આવી હોવા છતાં પણ હવે દંડ કેમ? જાણો તત્કાલીન સરપંચ વલીભાઈ ચટીનું શું કહેવું છે

અમે ગ્રામ પંચાયતની બેઠકમાં માટી અંગે ઠરાવ કર્યો હતો અને સ્પષ્ટ લખ્યું હતું કે આ મામલે ઉપરી અધિકારીની મંજૂરી મેળવ્યા બાદ જ કામ કરાશે. છતાં આજે અમને ગેરકાયદે ખોદકામનો આક્ષેપ કરીને કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. અમારી પાસે તમામ દસ્તાવેજો છે અને સુનાવણી વખતે અમે સાચાઈ રજૂ કરીશું. આ કાર્યવાહી બાદ વાતરસા ગામ સહિત સમગ્ર આમોદ તાલુકામાં ભારે ચર્ચા ચાલી રહી છે. લોકોમાં સવાલો ઊઠી રહ્યા છે કે, શું આ કાર્યવાહી કાનૂની રીતે યોગ્ય છે કે પછી કોઈ દબાણ હેઠળ કરવામાં આવી રહી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0