Bayad: બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા જ્યૂસ-કોલા સેન્ટરો

અરવલ્લી જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં : લોકોના આરોગ્ય સાથે સરેઆમ ચેડાંકાર્બાઈડથી પકવેલી કેરીઓનો જ્યૂસ લોકોને પધરાવવામાં આવી રહ્યો છે જવાબદાર તંત્ર કાગળ ઉપર સબ સલામતના ઘોડા દોડાવી રહ્યું છેઉનાળો તેની પરાકાષ્ઠાએ પહોંચ્યો છે અને ગરમીના પ્રકોપથી સૌ કોઈ ત્રાહીમામ પોકારી ઊઠયા છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણા તરફ વળ્યા છે તો બીજી તરફ અરવલ્લીમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા જ્યુસ-કોલા સેન્ટરોમાં અખાદ્ય જ્યુસ પધરાવવામાં આવી રહ્યો છે અને કાર્બાઈડથી પકવેલી કેરીઓનો જ્યુસ પધરાવવામાં આવી રહ્યો છે જે કેન્સર જેવી ઘાતક બિમારીઓને આમંત્રણ આપી શકે છે. જો કે, સિક્કાની બીજી બાજુ એ છે કે, જેના માથે આ બદીને અટકાવવાની જવાબદારી છે એ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળી રહ્યું છે.અરવલ્લી જિલ્લાના તાલુકા મથકો અને નાના નાના શહેરોમાં પણ જ્યુસ અને કોલા સેન્ટરો ધમધમી ઊઠયાં છે. જ્યાં સ્વચ્છતાના નામે મીંડું જોવા મળી રહ્યું છે તો જે કરીઓનો રસ લોકોના પેટમાં પધરાવવામાં આવી રહ્યો છે એ પણ પીવાલાયક હોતો નથી. કેરીઓ કાર્બાઈડથી પકવેલી હોય છે અને જ્યુસ કાઢવામાં આવે છે ત્યારે તેમાં બરફ અને દૂધ તેમજ પપૈયાનું મિશ્રાણ કરવામાં આવી રહ્યું છે. તાજો અને મીઠા રસના નામે લોકોના આરોગ્ય સાથે સરેઆમ ચેડાં કરવામાં આવી રહ્યા છે પણ ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ પોતાની એર કન્ડીશન્ડ ઓફિસ છોડીને બહાર આવી શક્તા નથી એ કડવી વાસ્તવિક્તા છે. કેટલાક કિસ્સાઓમાં અધિકારીઓને મહિને ખિસ્સું ગરમ થઈ જતું હોવાથી અધિકારીઓ આવા જ્યસુ સેન્ટરો ઉપર નજર સુદ્વા પણ કરતા નથી. અરવલ્લીના મુખ્ય શહેરોમાં જ્યાં જુઓ ત્યાં મંડપ તાણી બાંધીને જ્યુસ સેન્ટરો ઊભા કરી દેવામાં આવ્યાં છે અને જ્યાં લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરવામાં આવી રહ્યો છે પણ જવાબદાર તંત્રના પેટનું પાણી હાલતું નથી. કાર્બાઈડથી પકવેલી કેરીનો રસ શરીરમાં ઝેર રૂપે પ્રસરે છે અને કેન્સર જેવી ઘાતક બિમારીને પણ નોંતરી શકે છે. ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ ઓફિસોમાં બેઠા બેઠા પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે તેનો તમાશો જોયા કરે છે પણ કોઈ આવા જ્યુસ સેન્ટરો સામે આકરી કાર્યવાહી કરી શક્તું નથી.

Bayad: બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા જ્યૂસ-કોલા સેન્ટરો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અરવલ્લી જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં : લોકોના આરોગ્ય સાથે સરેઆમ ચેડાં
  • કાર્બાઈડથી પકવેલી કેરીઓનો જ્યૂસ લોકોને પધરાવવામાં આવી રહ્યો છે
  • જવાબદાર તંત્ર કાગળ ઉપર સબ સલામતના ઘોડા દોડાવી રહ્યું છે

ઉનાળો તેની પરાકાષ્ઠાએ પહોંચ્યો છે અને ગરમીના પ્રકોપથી સૌ કોઈ ત્રાહીમામ પોકારી ઊઠયા છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણા તરફ વળ્યા છે તો બીજી તરફ અરવલ્લીમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા જ્યુસ-કોલા સેન્ટરોમાં અખાદ્ય જ્યુસ પધરાવવામાં આવી રહ્યો છે અને કાર્બાઈડથી પકવેલી કેરીઓનો જ્યુસ પધરાવવામાં આવી રહ્યો છે જે કેન્સર જેવી ઘાતક બિમારીઓને આમંત્રણ આપી શકે છે. જો કે, સિક્કાની બીજી બાજુ એ છે કે, જેના માથે આ બદીને અટકાવવાની જવાબદારી છે એ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળી રહ્યું છે.

અરવલ્લી જિલ્લાના તાલુકા મથકો અને નાના નાના શહેરોમાં પણ જ્યુસ અને કોલા સેન્ટરો ધમધમી ઊઠયાં છે. જ્યાં સ્વચ્છતાના નામે મીંડું જોવા મળી રહ્યું છે તો જે કરીઓનો રસ લોકોના પેટમાં પધરાવવામાં આવી રહ્યો છે એ પણ પીવાલાયક હોતો નથી. કેરીઓ કાર્બાઈડથી પકવેલી હોય છે અને જ્યુસ કાઢવામાં આવે છે ત્યારે તેમાં બરફ અને દૂધ તેમજ પપૈયાનું મિશ્રાણ કરવામાં આવી રહ્યું છે. તાજો અને મીઠા રસના નામે લોકોના આરોગ્ય સાથે સરેઆમ ચેડાં કરવામાં આવી રહ્યા છે પણ ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ પોતાની એર કન્ડીશન્ડ ઓફિસ છોડીને બહાર આવી શક્તા નથી એ કડવી વાસ્તવિક્તા છે. કેટલાક કિસ્સાઓમાં અધિકારીઓને મહિને ખિસ્સું ગરમ થઈ જતું હોવાથી અધિકારીઓ આવા જ્યસુ સેન્ટરો ઉપર નજર સુદ્વા પણ કરતા નથી.

અરવલ્લીના મુખ્ય શહેરોમાં જ્યાં જુઓ ત્યાં મંડપ તાણી બાંધીને જ્યુસ સેન્ટરો ઊભા કરી દેવામાં આવ્યાં છે અને જ્યાં લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરવામાં આવી રહ્યો છે પણ જવાબદાર તંત્રના પેટનું પાણી હાલતું નથી. કાર્બાઈડથી પકવેલી કેરીનો રસ શરીરમાં ઝેર રૂપે પ્રસરે છે અને કેન્સર જેવી ઘાતક બિમારીને પણ નોંતરી શકે છે. ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ ઓફિસોમાં બેઠા બેઠા પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે તેનો તમાશો જોયા કરે છે પણ કોઈ આવા જ્યુસ સેન્ટરો સામે આકરી કાર્યવાહી કરી શક્તું નથી.