Bayad: બાયડમાં સ્વાતંત્ર્યદિન પૂર્વે તિરંગા યાત્રા યોજાઈ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બાયડ : 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે બાયડ નગરપાલિકા અને તક્ષશિલા વિદ્યા કેમ્પસ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ ભારતમાતા, રાણી લક્ષ્મીબાઈ અને ઐતિહાસિક પાત્રો ભજવી વાતાવરણ દેશભક્તિમય બનાવ્યું હતું. આ પ્રસંગે બાયડ નગરપાલિકા પ્રમુખ જિતેન્દ્રભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ મયુરભાઈ પટેલ, તક્ષશિલા વિદ્યાલય બાયડના મેનેજિંગ ટ્રસ્ટી અને લાયન્સ પ્રમુખ અતુલભાઈ પટેલ, મેનેજિંગ ડાયરેક્ટર ધૈર્યભાઈ પટેલ સહિત તમામ કોર્પોરેટર, શહેર ભાજપ સંગઠન પ્રમુખ રાહુલપુરી ગોસ્વામી, શિક્ષકગણ અને સ્થાનિક નાગરિકોએ ઉપસ્થિત રહી યાત્રાને પ્રોત્સાહિત કરી હતી. સમગ્ર માર્ગ પર નગરજનો દ્વારા પુષ્પવર્ષા કરીને તિરંગા યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

