Banaskanthaમાં દાંતીવાડા જળાશય યોજનામાં સિંચાઈ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી

દાંતીવાડા જળાશય યોજના હેઠળ સિંચાઈ માટેની અરજી કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2025 સુધી લંબાવવામાં આવી છે. પાણી મેળવવા માટે તમારા વિસ્તારના સેકશનલ ઓફિસરને ફોર્મ-૭માં અરજી કરવી ફરજિયાત છે. બાકી વસુલાતની રકમ ભરવાની રહેશે અરજી સાથે ખાતાની બાકી અને પંચાયતની બાકી રકમ તથા ચાલુ સીઝનનો આગોતર સિંચાઇ પિયાવો પુરેપુરો ભરવાનો રહેશે. આ સિવાયની અરજીઓ સ્વિકારવામાં આવશે નહી. ચાલુ સાલે પ્રતિ પાણ દીઠ રૂ.૩૪૦.૪૦તથા ૨૦ ટકા લોકલ ફંડ રૂ.૬૮.૦૮ કુલ મળી કુલ રૂ.૪૦૮.૪૮ પ્રતિ હેકટર દીઠ ભરવાના રહેશે. સિંચાઈ પિયત સહકારી મંડળીઓ તેમજ સંઘને પણ નિયત સમય મર્યાદામાં અરજી કરી અગોતર વસુલાત તેમજ બાકી વસુલાતની રકમ ભરવાની રહેશે. પાણીનો પાસ અનિવાર્ય છે દાંતીવાડા જળાશય યોજના હેઠળ પાણી મેળવવા માટે પાણીનો પાસ અનિવાર્ય છે. ઢાળિયા તૈયાર કરવાની જવાબદારી ખેડૂતોની રહેશે. અરજી સ્વીકારવા માટે ઉપર જણાવેલ તમામ શરતોનું પાલન કરવું ફરજિયાત છે તેમ કાર્યપાલક ઇજનેરશ્રી ડીસા સિંચાઈ વિભાગ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.  

Banaskanthaમાં દાંતીવાડા જળાશય યોજનામાં સિંચાઈ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દાંતીવાડા જળાશય યોજના હેઠળ સિંચાઈ માટેની અરજી કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2025 સુધી લંબાવવામાં આવી છે. પાણી મેળવવા માટે તમારા વિસ્તારના સેકશનલ ઓફિસરને ફોર્મ-૭માં અરજી કરવી ફરજિયાત છે.

બાકી વસુલાતની રકમ ભરવાની રહેશે

અરજી સાથે ખાતાની બાકી અને પંચાયતની બાકી રકમ તથા ચાલુ સીઝનનો આગોતર સિંચાઇ પિયાવો પુરેપુરો ભરવાનો રહેશે. આ સિવાયની અરજીઓ સ્વિકારવામાં આવશે નહી. ચાલુ સાલે પ્રતિ પાણ દીઠ રૂ.૩૪૦.૪૦તથા ૨૦ ટકા લોકલ ફંડ રૂ.૬૮.૦૮ કુલ મળી કુલ રૂ.૪૦૮.૪૮ પ્રતિ હેકટર દીઠ ભરવાના રહેશે. સિંચાઈ પિયત સહકારી મંડળીઓ તેમજ સંઘને પણ નિયત સમય મર્યાદામાં અરજી કરી અગોતર વસુલાત તેમજ બાકી વસુલાતની રકમ ભરવાની રહેશે.

પાણીનો પાસ અનિવાર્ય છે

દાંતીવાડા જળાશય યોજના હેઠળ પાણી મેળવવા માટે પાણીનો પાસ અનિવાર્ય છે. ઢાળિયા તૈયાર કરવાની જવાબદારી ખેડૂતોની રહેશે. અરજી સ્વીકારવા માટે ઉપર જણાવેલ તમામ શરતોનું પાલન કરવું ફરજિયાત છે તેમ કાર્યપાલક ઇજનેરશ્રી ડીસા સિંચાઈ વિભાગ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.