Banaskanthaની અમીરગઢ બોર્ડર પર 31 ડિસેમ્બરને લઈ પોલીસે હાથધર્યુ ચેકિંગ
રાજ્યના છેવાડાનો બનાસકાંઠા જિલ્લો એ આંતરરાજ્ય સહિત આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવતો જિલ્લો છે. આ જિલ્લો રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલો જિલ્લો છે. જેથી અનેક વખત બનાસકાંઠાની આંતરરાજ્યની બોર્ડર ઉપરથી ગેરકાનૂની પ્રવૃત્તિઓ ઝડપાતી હોય છે.અને તેમાંય બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ ચેકપોસ્ટ એ અતિ સંવેદનશીલ ચેકપોસ્ટ છે આ ચેકપોસ્ટ પરથી અનેક વખત દારૂ સહિતના કેફી પદાર્થોની ગુજરાતમાં ઘૂસણખોરી ઝડપાઈ ચૂકી છે. પોલીસનું વધ્યું ચેકિંગ ત્યારે 31 ડિસેમ્બરને હવે ગણતરીના દિવસો આડે રહ્યાં છે.અને આ થર્ટી ફર્સ્ટ દરમિયાન આંતરરાજ્ય માંથી ગુજરાતમાં કોઈપણ જાતના દારૂ કે કેફી પદાર્થ અથવા કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિઓની ગુસણખોરી ન થાય તેને લઈ બનાસકાંઠા પોલીસ એલર્ટ મોડમા છે.બનાસકાંઠા જિલ્લાના પોલીસ જવાનો દ્વારા અમીરગઢ ચેકપોસ્ટ પર 24 કલાક રાઉન્ડ ક્લોક પોલીસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશી રહેલા તમામ વાહનો ઉપર પોલીસ બાજ નજર રાખી બોડી વોર્ન કેમેરા, બ્રેથ એનેલાઇઝર ગન દ્વારા વાહનો સહીત વાહન ચાલકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ એલર્ટ મોર્ડ પર છે ડિસેમ્બર મહિનામાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ઠંડીનો ચમકારો વધતા બજારો વહેલા બંધ થઈ જાય છે. સાંજ પડતાની સાથે જ લોકો પોતાના ઘરમાં પુરાઈ જાય છે. તો બીજી તરફ બનાસકાંઠા પોલીસ રાત્રીના 12:00 વાગે પણ આંતર રાજ્ય ચેકપોસ્ટ પર કકડતી ઠંડીમાં પણ તાપણાના સહારે પોતાની ફરજ નિભાવી રહી છે. એક તરફ સમગ્ર રાજ્યમાં કકડતી અને હાડ થીજાવતી ઠંડી પડી રહી છે તો બીજી તરફ 31 ડિસેમ્બર નજીક આવતા કકડતી ઠંડી વચ્ચે પણ બનાસકાંઠા પોલીસ એલર્ટ બની છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યના છેવાડાનો બનાસકાંઠા જિલ્લો એ આંતરરાજ્ય સહિત આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવતો જિલ્લો છે. આ જિલ્લો રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલો જિલ્લો છે. જેથી અનેક વખત બનાસકાંઠાની આંતરરાજ્યની બોર્ડર ઉપરથી ગેરકાનૂની પ્રવૃત્તિઓ ઝડપાતી હોય છે.અને તેમાંય બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ ચેકપોસ્ટ એ અતિ સંવેદનશીલ ચેકપોસ્ટ છે આ ચેકપોસ્ટ પરથી અનેક વખત દારૂ સહિતના કેફી પદાર્થોની ગુજરાતમાં ઘૂસણખોરી ઝડપાઈ ચૂકી છે.
પોલીસનું વધ્યું ચેકિંગ
ત્યારે 31 ડિસેમ્બરને હવે ગણતરીના દિવસો આડે રહ્યાં છે.અને આ થર્ટી ફર્સ્ટ દરમિયાન આંતરરાજ્ય માંથી ગુજરાતમાં કોઈપણ જાતના દારૂ કે કેફી પદાર્થ અથવા કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિઓની ગુસણખોરી ન થાય તેને લઈ બનાસકાંઠા પોલીસ એલર્ટ મોડમા છે.બનાસકાંઠા જિલ્લાના પોલીસ જવાનો દ્વારા અમીરગઢ ચેકપોસ્ટ પર 24 કલાક રાઉન્ડ ક્લોક પોલીસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશી રહેલા તમામ વાહનો ઉપર પોલીસ બાજ નજર રાખી બોડી વોર્ન કેમેરા, બ્રેથ એનેલાઇઝર ગન દ્વારા વાહનો સહીત વાહન ચાલકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
પોલીસ એલર્ટ મોર્ડ પર છે
ડિસેમ્બર મહિનામાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ઠંડીનો ચમકારો વધતા બજારો વહેલા બંધ થઈ જાય છે. સાંજ પડતાની સાથે જ લોકો પોતાના ઘરમાં પુરાઈ જાય છે. તો બીજી તરફ બનાસકાંઠા પોલીસ રાત્રીના 12:00 વાગે પણ આંતર રાજ્ય ચેકપોસ્ટ પર કકડતી ઠંડીમાં પણ તાપણાના સહારે પોતાની ફરજ નિભાવી રહી છે. એક તરફ સમગ્ર રાજ્યમાં કકડતી અને હાડ થીજાવતી ઠંડી પડી રહી છે તો બીજી તરફ 31 ડિસેમ્બર નજીક આવતા કકડતી ઠંડી વચ્ચે પણ બનાસકાંઠા પોલીસ એલર્ટ બની છે.