Banaskantha: લેશન બાબતે શિક્ષકે વિદ્યાર્થીને માર્યો ઢોર માર, વાલીએ નોંધાવી પોલીસ ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શાળાએ વિદ્યાનું ધામ છે અને શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓ માટે ગુરૂ હોય છે, પરંતુ આ ગુરૂ જ વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષા આપવાની જગ્યાએ તેમની સાથે લુખ્ખા તત્વો જેવું વલણ દર્શાવે તો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર તાલુકાના ગઢ ગામે.
શિક્ષક ગુસ્સે ભરાયા અને વિદ્યાર્થીને ઢોર માર મારી ઈજાગ્રસ્ત કરી દીધો
જી હા ગઢ ગામે આવેલી ગઢ કેળવણી મંડળ સંચાલિત જી આર ગામી પ્રાથમિક શાળામાં ધોરણ 3માં અભ્યાસ કરતા જય ભુટકા નામનો એક વિદ્યાર્થી કે જે ગઢ ગામના સરપંચનો પુત્ર છે અને આ જય કે જે શાળામાં ગણિત વિષયનું લેશન શાળામાં ન લઈ ગયો તો શિક્ષક ગુસ્સે ભરાયા અને વિદ્યાર્થીને ઢોર માર મારી ઈજાગ્રસ્ત કરી દીધો. વિદ્યાર્થી જયના પિતા બેચરભાઈના આક્ષેપ છે કે આ શાળાના શિક્ષક પાર્થ પરમારે મારા બાળકને લેશન ન લઈ જવા મામલે ઢોર માર માર્યો છે અને શિક્ષકના આ મારથી મારા બાળકના શરીર પર કાળા જામા ઉપસી ગયા છે.
પોલીસે શિક્ષક સામે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
આ સાથે જ વિદ્યાર્થીના પિતા બેચરભાઈએ ગઢ પોલીસ મથકે પહોંચી શિક્ષક પાર્થ પરમાર સામે વિદ્યાર્થીને ઢોર માર મારવા મામલે ફરિયાદ પણ નોંધાવી છે, જેને લઈ ગઢ પોલીસે શિક્ષક પાર્થ પરમાર સામે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જો કે વાલીના આક્ષેપો સાથેની ફરિયાદને આધારે ગઢ પોલીસે સમગ્ર મામલે શિક્ષક સામે ગુનો તો નોંધ્યો પરંતુ સામે પક્ષે શાળા શિક્ષકનો બચાવ કરતા આક્ષેપો કરી રહ્યા છે કે સીસીટીવીમાં દેખાય છે તે રીતે શિક્ષકે બાળકને આવો કોઈ ગંભીર માર માર્યો નથી.
પોલીસ ન્યાયિક તપાસ કરી ન્યાય અપાવશે
જો કે અમને જાણ થઈ છે અને અમે તપાસ કરીશું, તે બાદ મંડળને જાણ કરીશું. ત્યારે મહત્વની વાત છે કે એક તરફ પોલીસ ફરિયાદ થતાં પોલીસે તપાસ આરંભી શિક્ષકના નિવેદન માટે શિક્ષકને નોટિસ ફટકારી પોલીસ મથકે બોલાવી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. જો કે અત્યારે તો વિદ્યાર્થી અને તેના વાલી પોલીસ પાસે એક જ અપેક્ષા રાખી રહ્યા છે કે પોલીસ ન્યાયિક તપાસ કરી ન્યાય અપાવશે.
What's Your Reaction?






