Banaskantha : દાંતીવાડાના ઝાત ગામે રૂપિયાની લેણદેણ બાબતે મારામારી થઈ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દાંતીવાડા તાલુકાના ઝાત ગામે જૂની લેણદેણ બાબતે થયેલી બોલાચાલીમાં મારામારી અને ગાડીમાં તોડફોડની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે પાંથાવાડા પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગત મુજબ, આકોલી ગામના ખેડૂત વેલાભાઈ વાઘાભાઈ રબારી ગત 21 સપ્ટેમ્બરની મધરાત્રે આશરે પોણા બાર વાગ્યાના સુમારે ઝાત ગામના નાકા પાસેથી પોતાની ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા. તે સમયે તેમની ગાડી ગાય સાથે અથડાઈ જતાં, ધર્માદા પેટે ઝાત ગામની ગૌશાળામાં રૂ.51,000 આપવાનું નક્કી થયું હતું. ફરિયાદીએ તે પૈકી રૂ.27,700 ચૂકવી આપ્યા હતા.
આમ છતાં, બાકીના તમામ નાણાં મેળવવાની બાબતે ઝાત ગામના (1) નેમા તગાભાઈ રાજગોર, (2) ભમરા જયંતીભાઈ રાજગોર, (3) ભરત કાળુભાઈ રાજગોર અને (4) ઉત્તમ ભૂરાભાઈ રાજગોર નામના ચાર શખ્સોએ ફરિયાદીને રસ્તામાં આંતરી લીધા હતા. આરોપીઓએ નાણાં મુદ્દે ગાળો ભાંડી, લાકડી તથા ઢીકાપાટુથી બેફામ માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત આરોપીઓએ ફરિયાદીની ગાડીના કાચ તોડી પાડી આશરે રૂ.20,000નું નુકસાન પહોંચાડયું હતું. આ ઘટના અંગે વેલાભાઈ રબારીએ પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

