Banaskantha News: હડાદમાં સગર્ભા યુવતી અને 6 માસના ગર્ભની બેવડી હત્યાનો ભેદ ઉકેલાયો!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠા જિલ્લાના હડાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા કેસરપુરા ગામની સીમમાંથી એક 19 વર્ષીય સગર્ભા યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. શરૂઆતમાં શરીર પર કોઈ બાહ્ય ઈજા કે લોહીના નિશાન ન હોવાથી આ મામલો અકસ્માત મોત તરીકે નોંધવામાં આવ્યો હતો. કોઈ દૃશ્યમાન પુરાવા ન હોવા છતાં પોલીસની સતર્કતાએ આ મામલાને એક ચોંકાવનારી ક્રાઇમ સ્ટોરીમાં બદલી નાખ્યો હતો.
પોસ્ટ મોર્ટમ રિપોર્ટે ખોલ્યું બેવડી હત્યાનું કાળું સત્ય
જ્યારે મૃતક સપનાબેન લક્ષ્મણભાઈ ગમારના મૃતદેહનું પેાસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું, ત્યારે તબીબી અહેવાલે સૌને હચમચાવી દીધા. મૃતક યુવતીના પેટમાં 6 માસનું ગર્ભસ્થ બાળક ઉછરી રહ્યું હતું અને પોસ્ટ મોર્ટમમાં ખુલાસો થયો કે આ યુવતીનું મોત કોઈ કુદરતી રીતે નહીં, પરંતુ તેનું ગળું દબાવીને નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. એક સાથે બે જીવ (મા અને અણજન્મા બાળક)નો શ્વાસ રૂંધી દેવાની આ ઘટનાથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો.
ટેકનિકલ સર્વેલન્સ અને પ્રેમ પ્રકરણની કડી
આ ગંભીર ગુનાની તપાસ માટે પોલીસ મહાનિરીક્ષક, જિલ્લા પોલીસ વડા અને DySPના માર્ગદર્શન હેઠળ હડાદ પોલીસ સ્ટેશનની ટીમે કમર કસી હતી. પોલીસ પાસે કોઈ પ્રત્યક્ષ સાક્ષી ન હોવા છતાં, હ્યુમન ઈન્ટેલિજન્સ અને કોલ ડિટેઈલ (CDR) સહિતના ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા પ્રેમ પ્રકરણની શંકાસ્પદ કડી પોલીસના હાથે લાગી હતી.

ગણતરીના કલાકોમાં જ આરોપી સકંજામાં
પોલીસે શંકાના આધારે કેસરપુરા ગામના જ 20 વર્ષીય વિજયભાઈ રમેશભાઈ હાંજાભાઈ સોલંકીની કડકાઈથી પૂછપરછ કરતા સમગ્ર રહસ્ય પરથી પડદો ઉંચકાઈ ગયો હતો. પોલીસે ગુનાના ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. હડાદ પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 103(1) (હત્યા) અને કલમ 92 (સ્ત્રીની સંમતિ વિના ગર્ભપાત કરાવવો / ગર્ભને નુકસાન પહોંચાડવું) હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: Banaskantha: જાખેલ ગામે બળદગાડા સાથે નીકળી શિરવાડિયા પરિવારની અનોખી જાન
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

