Banaskantha News: સુઈગામના યુવકનું ફિલ્મી ઢબે અપહરણ કરી વાપી-વલસાડ લઈ ગયા, નગ્ન કરી માર માર્યો હોવાનો આક્ષેપ, ન્યાય માટે SPને આજીજી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠા જિલ્લાના સુઈગામ પંથકમાં ફિલ્મી ઢબે થયેલા એક યુવકના અપહરણના મામલે ખળભળાટ મચી ગયો છે. અપહરણકારોના સકંજામાંથી પરત ફરેલા યુવક હિતેશે થરાદ એસ.પી. (SP) ને રૂબરૂ મળીને પોતાની આપવીતી જણાવી છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા આજીજી કરી છે.
એટા ચોકડીથી થયું હતું અપહરણ
ઘટનાની મળતી વિગતો મુજબ, સુઈગામના હિતેશ નામના યુવકનું વાવની એટા ચોકડી પાસેથી ગાડીમાં આવેલા અજાણ્યા શખ્સોએ ફિલ્મી ઢબે અપહરણ કર્યું હતું. આ મામલે હિતેશના પિતાએ અગાઉ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. હિતેશનો આક્ષેપ છે કે, અપહરણકારો તેને ગાડીમાં બેસાડી છેક વાપી અને વલસાડ સુધી લઈ ગયા હતા.
નગ્ન કરી વીડિયો બનાવ્યાનો ગંભીર આક્ષેપ
યુવકે એસ.પી. સમક્ષ કરેલી આજીજીમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. હિતેશના જણાવ્યા અનુસાર, અપહરણકારોએ તેને રસ્તામાં ઢોર માર માર્યો હતો અને તેને નગ્ન કરી તેના વીડિયો પણ બનાવ્યા હતા. આ અમાનવીય અત્યાચાર બાદ યુવક કોઈક રીતે પરત ફર્યો છે. તેણે ભયના ઓથાર હેઠળ એસ.પી.ને વિનંતી કરી છે કે, તેને અને તેના પરિવારને ન્યાય અપાવવામાં આવે અને અપહરણકારોને કડકમાં કડક સજા કરવામાં આવે. હાલ પોલીસ આ મામલે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીઓ સુધી પહોંચવા તજવીજ હાથ ધરી રહી છે.
આ પણ વાંચો - Banaskantha: વડગામમાં APMC સામે પરબ હોવા છતાં પણ પાણીનો અભાવ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

