Banaskantha News : અંબાજી નજીક ગીરીમાળામાં 2.27 કિમી લાંબી ટનલ ખોદાઇ, 115 કિમીની નવી રેલવે લાઇન દ્વારા આબુ જવું સરળ બનશે

Mar 4, 2026 - 08:00
Banaskantha News : અંબાજી નજીક ગીરીમાળામાં 2.27 કિમી લાંબી ટનલ ખોદાઇ, 115 કિમીની નવી રેલવે લાઇન દ્વારા આબુ જવું સરળ બનશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જેમાં ૬૦ % થી વધુની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. આ ટનલના કારણે ગુજરાતીઓએ માઉન્ટ આબુ જવું હવે વધુ સરળ બની રહેશે. ટ્રેનની મુસાફરીમાં અંદાજે ૨૦ કિ.મી.ની મુસાફરીનું અંતર ઘટી જશે. ૭૦૦ મીટર ટનલ તૈયાર કરી દેવાઈ છે. અંબાજીથી આબુરોડ વચ્ચે કુલ ૧૪ કિ.મી.ની નાની-મોટી ટનલો બનાવાઈ રહી છે. ટનલની અંદર ઓક્સિજન પહોંચાડવા માટે વિશાળ વેન્ટિલેટર મશીન મૂકાયા છે.

ટનલના કારણે માર્ગ સીધો અને ઝડપી બની જશે

અંદાજીત 2798.16 કરોડના ખર્ચે તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવી રેલવે લાઈનનું કામ વર્ષ ૨૦૨૭ના અંતભાગમાં પૂર્ણ કરી દેવાશે. તારંગા અને અંબાજી જતા શ્રદ્ધાળુંઓને મોટો ફાયદો થશે. કુલ ૧૧૫.૬૫ કિ.મી.ની નવી રેલવે લાઇન થકી હવે ટ્રેન માફરતે માઉન્ટ આબુ જવું સરળ બની રહેશે. તારંગાથી આબુ સુધી ૧૫ રેલવે સ્ટેશનો બનાવાશે. ટ્રેનની મહતમ સ્પીડ ૧૧૦ કિ.મી. પ્રતિ કલાક રહેશે. ગુજરાત અને રાજસ્થાનને નવી રેલ કનેકટીવીટી મળી રહેશે. ટનલ ધરાવતી આ નવી રેલવે લાઈન તૈયાર થઈ જશે લાંબી મુસાફરીમાંથી મુસાફરોને છુટકારો મળશે. સમગ્ર પ્રોજેક્ટમાં લગભગ ૮.૭ કિ.મી.જેટલા ભાગ માટે ટનલ સીધા માર્ગે જશે તેના કારણે મુસાફરીનું અતર અને સમય બંને ઘટી જશે.

અંબાજી અને રાજસ્થાનના આબુ સાઈડના ગામોનો વિકાસ થશે

લોકોને સીધી રેલવે લાઈન મળી રહેશે. રાજસ્થાનથી લોકોએ અંબાજી, તારંગા આવવું સરળ બની રહેશે. તેમજ ગુજરાતમાંથી ખાસ કરીને અમદાવાદથી માઉન્ટ આબુ જવું ટ્રેન મારફતે વધુ સરળ, ઝડપી અને આરામદાયક બની રહેશે. મુસાફરીનો સમય બચશે. અમદાવાદીઓ અંબાજી પણ ટ્રેન મારફતે જઈ શકશે. હાલ ટનલ ખોદકામ, રેલ લાઈન નાંખવાની કામગીરી ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા કરાઈ રહી છે. જેનું સમગ્ર મોનિટરિંગ જયપુરથી થઇ રહ્યું છે. આ ટ્રેન લાઈન શરૂ થવાના પગલે બંને રાજ્યના હજારો મુસાફરોને લાભમળશે. ઝડપી સેવા મળતા બે શહેરો વચ્ચેનું અંતર ઘટશે. લોકો ઝડપથી આ સુવિધા મળતી થાય તેની આતૂરતાપૂર્વક રાહ નિહાળી રહ્યા છે.


આ પણ વાંચો : Morbi News : ઇરાન ઇઝરાયેલના યુદ્ધની વચ્ચે મોરબીનો સિરામિક ઉદ્યોગ બંધ થાય તેવી શક્યતા, ઉધોગકારોમાં ચિંતાનો માહોલ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0