Local Body Elections 2026: મોરબીમાં ચૂંટણીનો જંગ, 7.39 લાખ મતદારો માટે 857 બૂથ તૈયાર, કલેક્ટર અને SPએ આપી સુરક્ષા વ્યવસ્થાની વિગત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મોરબીમાં આગામી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાની ચૂંટણીઓને લઈ વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. મોરબી કલેક્ટર કિરણ ઝવેરીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને વિગતો આપી હતી કે, મોરબી જિલ્લામાં કુલ 7 લાખ 39 હજાર નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
857 બૂથ પર જડબેસલાક વ્યવસ્થા
ચૂંટણી પ્રક્રિયાને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે જિલ્લામાં 857 બૂથ બનાવવામાં આવ્યા છે. આ બૂથો પર કામગીરી માટે 4285 અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને મતદારો માટે બૂથ પર છાંયડો અને પીવાના પાણીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેર સહિતની અલગ સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.
પોલીસનો લોખંડી બંદોબસ્ત
સુરક્ષા વ્યવસ્થા અંગે માહિતી આપતા મોરબી SP મુકેશ પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2 હજાર પોલીસ જવાનો ખડેપગે રહેશે. સુરક્ષાના આયોજન માટે 1 SP, 4 DySP, 15 PI અને 45 PSI સહિતના ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. સમગ્ર જિલ્લાને 102 ઝોનમાં વહેંચીને ઝોનલ ઓફિસરો તૈનાત કરવામાં આવ્યા છે.
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું જંગ
આ ચૂંટણીમાં મોરબી મહાનગરપાલિકા (મનપા), 3 નગરપાલિકા, જિલ્લા પંચાયત અને 5 તાલુકા પંચાયતના ભાવિનો ફેંસલો થશે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને આદર્શ આચારસંહિતાના પાલન સાથે નિષ્પક્ષ મતદાન થાય તે માટે અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો - Local Body Elections 2026: સુરત AAPમાં મોટું ગાબડું, માંડવીના સથવાવ બેઠકના ઉમેદવાર રાજેશ ચૌધરીએ કેસરિયો ધારણ કર્યો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

