Banaskantha: 3 વર્ષથી સાંકળમાં બંધાયેલા માનસિક અસ્થિર યુવાનને મુક્ત કરવામાં આવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રામસણ ગામના શંકરભાઈ મેરૂભાઈ ઠાકોરનાં લગ્ન દાવત ગામની યુવતી રમીલા સાથે થયા હતા. લગ્ન બાદ સંતાનમાં બે બાળકો એક દીકરો અને એક દીકરી પરંતું લગ્નજીવનમાં ખટાસ આવતા શંકરભાઈની પત્ની રમીલા દીકરીને લઈને રીસામણે પિયર જતી રહી જેથી શંકરભાઈની માનસીક સ્થીતી બગડી હતી અને ત્યારબાદ રમીલાના પરિવારજનોએ તેના લગ્ન અન્ય યુવક સાથે કરાવી દેતા શંકરભાઈ માનસીક અસ્થિર બની ગયા. હવે તેનો નાનો દીકરો તેના પિતાની સંભાળ રાખે છે. રામસણ ગામના 37 વર્ષીય શંકરભાઈ મેરૂભાઈ ઠાકોર છેલ્લા ત્રણ વર્ષથી માનસિક રીતે અસ્થિર બન્યા હતા. તેમના પરિવારજનોએ તેમને એક ઝાડ સાથે 6 ફુટની સાંકળથી બાંધી દીધા હતા. આ 6 ફુટના વિસ્તારમાં જ તેમને મળ-મૂત્ર ત્યાગ, જમવાનું અને પાણી પીવાનું હતું. તેમની પત્ની તેમને છોડીને પિયર જતી રહી હતી, અને તેમના ભાઈઓ કે ગામના લોકોમાંથી કોઈ તેમની મદદ માટે આગળ આવ્યું નહોતું. વરસાદના દિવસોમાં તો તેમને ભૂખ્યા રહેવું પડતું હતું, કારણ કે તેમનો એકમાત્ર દીકરો, જે ભાદરા ખાતે તેની ફોઈના ઘરેથી સ્કૂલે જતો હતો, તે આવા દિવસે ટિફ્નિ આપી શકતો નહોતો. એજ્યુફાન ફાઉન્ડેશનના પારસભાઈ સોનીને આ કરુણ પરિસ્થિતિની જાણ થતાં તેઓ તરત જ રામસણ પહોંચ્યા. તેમણે શંકરભાઈને સાંકળમાંથી છોડાવી, તેમને સ્વચ્છ કરી, માનસિક શાંતિ આપી અને પછી તેમને બાયડના મંદબુદ્ધિ આશ્રામમાં પહોંચાડયા હતા. પારસભાઈએ આ દીકરા અંકિત, જે ધોરણ 9માં અભ્યાસ કરે છે, તેના ભવિષ્યની પણ ચિંતા કરી. તેમણે જાહેરાત કરી કે અંકિત હોશિયાર હોવાથી તેનો સમગ્ર અભ્યાસનો ખર્ચ એજ્યુફાન ફાઉન્ડેશન ઉઠાવશે, જેથી તે ભવિષ્યમાં આગળ વધી શકે.
What's Your Reaction?






