Banaskantha: ભરકાવાડા પાટિયા પાસે અકસ્માત, બાઈક ચાલકનું મોત
રાજ્યમાં અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. અનેકવાર લોકોને ટ્રાફિક નિયમોને લઇ તંત્ર દ્રારા જાગૃત કરવામાં આવે છે તેમ છતા અકસ્માતની ઘટના વધી રહી છે. તેવામાં બનાસકાંઠાના ભરકાવાડા પાટિયા પાસે અકસ્માતની ઘટના સામે આવી રહી છે. કારે બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકનું મોત થયું હતું.રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદ, મોરબી, સુરત, રાજકોટ, કચ્છ-ભૂજ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં અકસમાતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. હાઇવે અકસ્માતને લઇ તંત્ર દ્વારા જાગૃત કરવા છતા અમુક વાહન ચાલકો બેફામ વાહનો ચલાવીને લોકોના જીવ છીનવી રહ્યા છે. બનાસકાંઠાના ભરકાવાડા પાટિયા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે.મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના વડગામના ભરકાવાડા પાટિયા પાસે ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે આવી રહેલી ગાડીએ બાઇકને ટક્કર મારતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત કર્યા બાદ ગાડીમાં સવાર લોકો ગાડી મૂકીને ફરાર થઇ ગયા હતા. અકસ્માત સર્જેલ ગાડીમાં દારૂની બોટલ મળી આવી છે. જે ગાડીએ અકસ્માત સર્જ્યો તેમાં પીલીસ લખેલ પ્લેટ પણ મળી આવી છે. છાપી પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ગાડી પોલીસની ન હોવાનું પોલીસનું અનુમાન છે.
![Banaskantha: ભરકાવાડા પાટિયા પાસે અકસ્માત, બાઈક ચાલકનું મોત](https://epapercdn.sandesh.com/images/2025/02/07/mAvDHg8GGKoXcZdTalSFdwvNg7PrOXzcXqzOYKnz.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. અનેકવાર લોકોને ટ્રાફિક નિયમોને લઇ તંત્ર દ્રારા જાગૃત કરવામાં આવે છે તેમ છતા અકસ્માતની ઘટના વધી રહી છે. તેવામાં બનાસકાંઠાના ભરકાવાડા પાટિયા પાસે અકસ્માતની ઘટના સામે આવી રહી છે. કારે બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકનું મોત થયું હતું.
રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદ, મોરબી, સુરત, રાજકોટ, કચ્છ-ભૂજ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં અકસમાતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. હાઇવે અકસ્માતને લઇ તંત્ર દ્વારા જાગૃત કરવા છતા અમુક વાહન ચાલકો બેફામ વાહનો ચલાવીને લોકોના જીવ છીનવી રહ્યા છે. બનાસકાંઠાના ભરકાવાડા પાટિયા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના વડગામના ભરકાવાડા પાટિયા પાસે ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે આવી રહેલી ગાડીએ બાઇકને ટક્કર મારતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત કર્યા બાદ ગાડીમાં સવાર લોકો ગાડી મૂકીને ફરાર થઇ ગયા હતા. અકસ્માત સર્જેલ ગાડીમાં દારૂની બોટલ મળી આવી છે. જે ગાડીએ અકસ્માત સર્જ્યો તેમાં પીલીસ લખેલ પ્લેટ પણ મળી આવી છે. છાપી પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ગાડી પોલીસની ન હોવાનું પોલીસનું અનુમાન છે.