Banaskantha: બનાસકાંઠામાં લકી ડ્રો બેફામ! અશોક માળી બન્યો બેખોફ, પોલીસને ફેંક્યો પડકાર!

Feb 8, 2025 - 18:03
Banaskantha: બનાસકાંઠામાં લકી ડ્રો બેફામ! અશોક માળી બન્યો બેખોફ, પોલીસને ફેંક્યો પડકાર!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠામાં લોકોને છેતરતા ડ્રો સંચાલકો સામે ફરિયાદો થઈ હોવા છતાં પણ ડ્રો સંચાલક અશોક માળી બેખોફ બન્યો છે. લક્કી ડ્રો માસ્ટર માઈન્ડ અશોક માળી આજે જ ડ્રો કરવાની વાત કરી પોલીસને પડકાર ફેંકી રહ્યો છે.

વાવ-થરાદ અને બનાસકાંઠામાં લકી ડ્રો યોજીને કરોડો રૂપિયા ખંખેરવાના જેમના પર આરોપ છે એ અશોક માળી હજુ પણ બેફામ છે. કેસ નોંધાયા બાદ પણ અશોક માળી શનિવારે ફરી મોરથલમાં ડ્રો યોજવાની જાહેરાત કરી રહ્યો છે. આ વખતે પણ તેણે એક કૂપનની કિંમત 399 રૂપિયા રાખી છે. વધુ કૂપનો વેચવા માટે તેણે ખાસ ઓફર પણ જાહેર કરી અને 5 કૂપન ખરીદે એને એક કૂપન મફતમાં આપવાની જાહેરાત કરી. એટલું જ નહીં ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે કૂપન ખરીદવાની સવલત અપાઈ રહી છે.

અશોક માળી સામે બે ફરિયાદો થઈ હોવા છતાં પોલીસનો કોઈ ડર ન હોય તેમ બનાસકાંઠામાં લકી ડ્રોનો બેફામ જાહેરાત કરવામાં આવી રહી છે. તમામ ડ્રો ગેરકાયદેસર હોવા છતાં અશોક માળી ખુલ્લેઆમ ઓનલાઈન અને ઓફલાઇન ટિકિટ વેચી રહ્યો છે. લોકોના કરોડો રૂપિયા ઠગી લેનાર અશોક માળી થરાદ અને ધાનેરા પોલીસ મથકે ફરિયાદો થઈ હોવા છતાં પણ લોકોને ઠગી રહ્યો છે. આજે ઓનલાઈન ડ્રો થવાની અશોક માળી ફોન ઉપર વાત કરી રહ્યો છે. જોકે બનાસકાંઠા પોલીસનો દાવો કરવામાં આવ્યો છે કે, કોઈપણ સંજોગોમાં લકી ડ્રો નહિ થવા દઈએ. આખરે જોવાનું એ રહ્યું કે, આવા ડ્રોની લાલચમાં અનેક લોકો ફસાય છે અને પોલીસને પડકાર ફેકે છે તો આવા ઠગો પર ક્યારે કાર્યવાહી થાય તે આગળ જ ખબર પડશે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0