Banaskanthaની છાપરી ચેકપોસ્ટ પર પોલીસનું સઘન ચેકિંગ, આબુમાં છે પ્રવાસીઓની ભારે ભીડ
હાલમાં દિવાળીનો પર્વ અને વેકેશનને પગલે લોકો અલગ અલગ જગ્યા ઉપર પોતાના વાહનો લઈ ફરવા માટે જઈ રહ્યા છે ત્યારે આબુ અંબાજી જતા રોડ પર વાહનોમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત સરહદની છેલ્લી ચેકપોસ્ટ છાપરી પોલીસ ચોકી ઉપર મોટી સંખ્યામાં વાહનોની અવરજવર વધવા પામી છે જેને લઈને બનાસકાંઠા પોલીસ અને અંબાજી પીઆઇ દ્વારા છાપરી પોલીસ ચોકી ઉપર પોલીસ સ્ટાફમાં વધારો કરવામાં આવ્યો છે. તમામ વાહનોનું કરાય છે ચેકિંગ આવતી જતી તમામ ગાડીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રોજની હજારો ગાડીઓ ગુજરાતમાંથી રાજસ્થાનમાં જઈ રહી છે જ્યારે બીજી તરફ રાજસ્થાનમાંથી ગુજરાતમાં હજારો ગાડીઓ આવતી હોય સુરક્ષાને લઈને પણ પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક 24 કલાક આ ચોકી ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.દિવાળી વેકેશનને લઈને આબુ અંબાજી તરફ જતા માર્ગો ઉપર અંબાજીથી આબુરોડ માર્ગ ઉપર સરહદ છાપરી ચેકપોસ્ટ ખાતે તમામ વાહનોને ચેક કરવામાં આવી રહ્યા છે સુરક્ષા જવાનો દ્વારા તમામ ગાડીઓના વાહનોના કાગળો પણ ચેક કરવામાં આવી રહ્યા છે. પોલીસ એલર્ટ મોર્ડ પર જેને પગલે વાહનચાલકોમાં પણ ખુશી જોવા મળી રહી છે કારણ કે અંબાજી મંદિર ઝેડ કેટેગરીમાં આવતું હોઈ કોઈ અસામાજિક તત્વ કે ગુંડા તત્વ ગુજરાતમાં પ્રવેશ ન કરે અને કોઈ બનાવ ન બને તેને લઈને પોલીસ હાલ એક્શન મોડમાં જોવા મળી રહી છે,કેટલાક નશો કરીને આવતા વાહનો ચાલકોને પણ આલ્કોહોલ ગન દ્વારા પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને દારૂ પીધેલા અને દારૂ લઈને આવેલા વાહન ચાલકો સામે પણ કેસ કરવામાં આવી રહ્યા છે. હાલમાં અહીં બંદૂક ધારી પોલીસ પણ મૂકવામાં આવી છે, કારણ કે બનાસકાંઠા જિલ્લામાં હાલમાં વાવ વિધાનસભાની ચૂંટણી હોઈ આચારસંહિતા કડક અમલમાં બની છે ,ત્યારે છાપરી ચેકપોસ્ટ ખાતે ગુજરાત પોલીસ પણ એલર્ટ બની છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હાલમાં દિવાળીનો પર્વ અને વેકેશનને પગલે લોકો અલગ અલગ જગ્યા ઉપર પોતાના વાહનો લઈ ફરવા માટે જઈ રહ્યા છે ત્યારે આબુ અંબાજી જતા રોડ પર વાહનોમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત સરહદની છેલ્લી ચેકપોસ્ટ છાપરી પોલીસ ચોકી ઉપર મોટી સંખ્યામાં વાહનોની અવરજવર વધવા પામી છે જેને લઈને બનાસકાંઠા પોલીસ અને અંબાજી પીઆઇ દ્વારા છાપરી પોલીસ ચોકી ઉપર પોલીસ સ્ટાફમાં વધારો કરવામાં આવ્યો છે.
તમામ વાહનોનું કરાય છે ચેકિંગ
આવતી જતી તમામ ગાડીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રોજની હજારો ગાડીઓ ગુજરાતમાંથી રાજસ્થાનમાં જઈ રહી છે જ્યારે બીજી તરફ રાજસ્થાનમાંથી ગુજરાતમાં હજારો ગાડીઓ આવતી હોય સુરક્ષાને લઈને પણ પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક 24 કલાક આ ચોકી ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.દિવાળી વેકેશનને લઈને આબુ અંબાજી તરફ જતા માર્ગો ઉપર અંબાજીથી આબુરોડ માર્ગ ઉપર સરહદ છાપરી ચેકપોસ્ટ ખાતે તમામ વાહનોને ચેક કરવામાં આવી રહ્યા છે સુરક્ષા જવાનો દ્વારા તમામ ગાડીઓના વાહનોના કાગળો પણ ચેક કરવામાં આવી રહ્યા છે.
પોલીસ એલર્ટ મોર્ડ પર
જેને પગલે વાહનચાલકોમાં પણ ખુશી જોવા મળી રહી છે કારણ કે અંબાજી મંદિર ઝેડ કેટેગરીમાં આવતું હોઈ કોઈ અસામાજિક તત્વ કે ગુંડા તત્વ ગુજરાતમાં પ્રવેશ ન કરે અને કોઈ બનાવ ન બને તેને લઈને પોલીસ હાલ એક્શન મોડમાં જોવા મળી રહી છે,કેટલાક નશો કરીને આવતા વાહનો ચાલકોને પણ આલ્કોહોલ ગન દ્વારા પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને દારૂ પીધેલા અને દારૂ લઈને આવેલા વાહન ચાલકો સામે પણ કેસ કરવામાં આવી રહ્યા છે. હાલમાં અહીં બંદૂક ધારી પોલીસ પણ મૂકવામાં આવી છે, કારણ કે બનાસકાંઠા જિલ્લામાં હાલમાં વાવ વિધાનસભાની ચૂંટણી હોઈ આચારસંહિતા કડક અમલમાં બની છે ,ત્યારે છાપરી ચેકપોસ્ટ ખાતે ગુજરાત પોલીસ પણ એલર્ટ બની છે.