Banaskantah News: જામનગરના ત્રણ શખ્શો 1 કરોડથી વધુની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપાયા

રાજસ્થાનથી જામનગર જતી કારમાંથી મળ્યુ ડ્રગ્સ પોલીસ 3 આરોપીઓને ડ્ર્ગ્સ સાથે ઝડપ્યા જામનગરના ત્રણ લોકોની પોલીસ દ્વારા ધરપકડ નશીલા પદાર્થ સામે રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ચેકિંગ વધારવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન જામનગર પાસિંગની એક ક્રેટા કારમાંથી 1 કિલોથી વધુ મેથાએમ્ફેટામાઈન નામનું ડ્રગ્સ ઝડપાયું છે. આ અંગેની માહિતી અનુસાર, અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગ કરી રહી હતી ત્યારે રાજસ્થાન તરફથી આવી રહેલી જામનગર પાસિંગની એક ક્રેટા કારની તલાશી લેતા તેમાંથી 1047 ગ્રામ મેથાએમ્ફેટામાઈન નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું. 1 કરોડથી વધુની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપાયેલા ત્રણેય લોકો જામનગરના હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ ડ્રગ્સનો જથ્થો ક્યાં અને કોના કહેવા પર મંગાવવામાં આવ્યો તેના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ હાલ ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે. જામનગર પાસિંગની ક્રેટા કારમાંથી ડ્રગ્સ સાથે જે ત્રણ શખ્સો ઝડપાયેલા છે તેઓના નામ ઈસરાકભાઈ બ્લોચ, સોહેલ સંધી અને અસલમ અબ્દુલસત્તાર દરજાદા છે. જેના સાથે જ તમામ શખ્શો જામનગર શહેરના રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે આ મામલે આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ આ ડ્રગ્સનો જથ્થો કોને આપવાના હતા તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

Banaskantah News: જામનગરના ત્રણ શખ્શો 1 કરોડથી વધુની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજસ્થાનથી જામનગર જતી કારમાંથી મળ્યુ ડ્રગ્સ
  • પોલીસ 3 આરોપીઓને ડ્ર્ગ્સ સાથે ઝડપ્યા
  • જામનગરના ત્રણ લોકોની પોલીસ દ્વારા ધરપકડ

નશીલા પદાર્થ સામે રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ચેકિંગ વધારવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન જામનગર પાસિંગની એક ક્રેટા કારમાંથી 1 કિલોથી વધુ મેથાએમ્ફેટામાઈન નામનું ડ્રગ્સ ઝડપાયું છે.

આ અંગેની માહિતી અનુસાર, અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગ કરી રહી હતી ત્યારે રાજસ્થાન તરફથી આવી રહેલી જામનગર પાસિંગની એક ક્રેટા કારની તલાશી લેતા તેમાંથી 1047 ગ્રામ મેથાએમ્ફેટામાઈન નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું. 1 કરોડથી વધુની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપાયેલા ત્રણેય લોકો જામનગરના હોવાનું સામે આવ્યું છે.


આ સાથે જ ડ્રગ્સનો જથ્થો ક્યાં અને કોના કહેવા પર મંગાવવામાં આવ્યો તેના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ હાલ ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે. જામનગર પાસિંગની ક્રેટા કારમાંથી ડ્રગ્સ સાથે જે ત્રણ શખ્સો ઝડપાયેલા છે તેઓના નામ ઈસરાકભાઈ બ્લોચ, સોહેલ સંધી અને અસલમ અબ્દુલસત્તાર દરજાદા છે.

જેના સાથે જ તમામ શખ્શો જામનગર શહેરના રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે આ મામલે આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ આ ડ્રગ્સનો જથ્થો કોને આપવાના હતા તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.