Asian Football કન્ફેડરેશન ફૂટસલ ક્વોલિફાયર 2025 માટે ટીમની જાહેરાત

Jan 10, 2025 - 22:00
Asian Football કન્ફેડરેશન ફૂટસલ ક્વોલિફાયર 2025 માટે ટીમની જાહેરાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભારતીય ટીમ હાલમાં હિંમતનગર ગુજરાત SAG સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રેક્ટિસ કરી રહી છે. તેઓ 12/1/25 ના રોજ હોંગકોંગ, કિર્ગીઝ રિપબ્લિક અને યજમાન ઇન્ડોનેશિયા સામે મેચ રમવા માટે ઇન્ડોનેશિયા રવાના થશે. ક્વોલિફાઇંગ રાઉન્ડમાં કવોલિફય થયા પછી ટીમ ચીનમાં ફાઇનલ રાઉન્ડ રમશે.આ ટીમમાં ગુજરાતની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે કારણ કે આપણા 6 ખેલાડીઓ આ ટીમની કરોડરજ્જુ છે.

  • તન્વી માવાણી - ગોલકીપર
  • રાધિકા પટેલ
  •  માયા રબારી
  • દ્રષ્ટિ પંત
  • ખુશ્બુ સરોજ
  •  મધુબાલા અલવે

આ બધી ખેલાડીઓ કવોલીફાઈડ કોચ હેઠળ જોરદાર તાલીમ લઈ રહી છે. પહેલી વાર ભારત ની મહિલા ટીમ એશિયન ફૂટસલ ક્લબ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહી છે અને આ આપણી ખેલાડીઓ માટે આપણા દેશનું પ્રતિનિધિત્વ કરવાની સારી તક સાબિત થશે. ફૂટસલ એ ફૂટબોલની જેમ જ રમાતી એક ઇન્ડોર રમત છે જે હેન્ડબોલ જેવા મેદાન ના આકાર પર રમાય છે, દરેક ટીમમાં 5 ખેલાડીઓ હોય છે જેમાં ફૂટબોલ કરતાં વજન મા વધુ ભારે બોલ હોય છે જે બોલને જમીન પર રાખે છે અને હવામાં વધારે નથી રમતા. રમવાની યુક્તિઓ બાસ્કેટબોલની થોડી યુક્તિઓ સાથે મેળ ખાય છે. મોટાભાગના કોચ ફૂટબોલમાં ટ્રેનિંગ દરમિયાન આછા ખેલાડીઓની રમત પસંદ કરે છે જ્યાં તેઓ ખેલાડીઓમાં ફૂટસલ કૌશલ્ય વિકસાવવા માટે ફૂટસલ કુશળતાનો અમલ કરે છે.

ગુજરાત 2022 થી ગુજરાતની મહિલા ખેલાડીઓ માટે ફૂટસલ ચેમ્પિયનશિપનું આયોજન કરી રહ્યું છે અને ફૂટસલના આયોજનના ફાયદાથી ખેલાડીઓને ભારતીય ટીમમાં પ્રવેશ મળ્યો છે. આ રમત વિશ્વમાં ઝડપી અને ખૂબ જ લોકપ્રિય છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0