Aravalli : બાયડના આંબે ગામે વરઘોડામાં તોડફોડ, પથ્થરમારો, ડીજે મુદ્દે વિવાદ બાદ ટોળાનો હુમલો, 2ને ઇજા

Feb 25, 2026 - 12:00
Aravalli : બાયડના આંબે ગામે વરઘોડામાં તોડફોડ, પથ્થરમારો, ડીજે મુદ્દે વિવાદ બાદ ટોળાનો હુમલો, 2ને ઇજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અરવલ્લી જિલ્લાના બાયડના આંબા ગામમાં વરઘોડાના કાર્યક્રમ દરમિયાન ટોળાએ તોડફોડ કરી પથ્થરમારો કરતાં દોડધામ મચી ગઇ હતી.

બીજા ગામના DJ ને કેમ બોલાવ્યું તેમ કહી હુમલો

 ઘટના અંગે માહિતી મુજબ બીજા ગામના DJ ને વરઘોડામાં બોલાવાયું હોવાની વાતને લઈને કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. ડીજે વિવાદ મુદ્દે બોલાચાલી ઝઘડો થયા બાદ મામલો વકર્યો હતો.

ડીજેના બેનરો ફાડી નાખ્યા હતા અને લાઇટો પણ તોડી નાખ્યા

ઉશ્કેરાયેલા ટોળાએ ડીજેના બેનરો ફાડી નાખ્યા હતા અને લાઇટો પણ તોડી નાખી હતી. ટોળાએ પથ્થરમારો કરતાં બે યુવાને માથાના ભાગે ઇજા થઇ હતી જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જાનથી મારી નાખવાની ધમકી આપવાનો પણ આક્ષેપ

હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપવાનો પણ આક્ષેપ કરાયો છે. પોલીસે 6 શખ્સો સામે ગુનો નોંધ્યો

ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. પોલીસે 6 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. સમગ્ર મારામારીની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઇ હતી.


આ પણ વાંચો----      Ahmedabad: ધર્મના નામે ધતિંગ, મહિલા સાથે રંગેરેલીયા મનાવતા પકડાયાનો આક્ષેપ થયા બાદ સ્વામી રામકૃષ્ણદાસને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી હાંકી કાઢાયા

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0