Aravalli : ખેતરમાંથી ચાર કરોડના સોનાના બિસ્કીટ મળ્યા છે, તેને અડધા ભાવે વેચવાના છે તેમ કહીને ઠગાઇ કરતી ટોળકી ઝડપાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અરવલ્લી જિલ્લામાં સોનાના બિસ્કિટના નામે ચીટિંગ કરતી રાજસ્થાનની ગેંગ ઝડપાઈ છે. આ ભેજાબાજો અસલી સોનુ આપવાની લાલચ આપીને નકલી સોનુ પધરાવી દેતા હતા. જો કે અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસે આ ગેંગના 3 ભેજાબાજોને ઝડપી પાડ્યા છે.
સોનાના બિસ્કીટ આપવાની લાલચ આપીને ઠગાઇ કરતી એક ગેંગ ઝડપાઇ
લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ના મરે તેવા અનેક કિસ્સા અવાર નવાર બહાર આવતા રહે છે ત્યારે લોકોને સોનાના બિસ્કીટ આપવાની લાલચ આપીને ઠગાઇ કરતી એક ગેંગને અરવલ્લી જિલ્લા પોલીસે ઝડપી લીધી છે. આ ધુતારા અસલી સોનાનાના બિસ્કીટ આપવાની લાલચ આપીને ઠગાઇ કરતા હતા. અરવલ્લી જિલ્લા એલસીબી ટીમે ત્રણ આરોપીઓને દબોચી લીધા છે.
ખેતરમાંથી મળેલા સોનાના બિસ્કિટ વેચવા હોવાનું જણાવી કારસો રચ્યો
આરોપીઓએ કથિત ખેતરમાંથી મળેલા સોનાના બિસ્કિટ વેચવાના હોવાનું જણાવીને કારસો રચ્યો હતો અને અડધા ભાવે સોનાના બિસ્કિટ વેચવાનું કહી નકલી સોનું પધરાવતા હતા. પિત્તળના સોનાના વરખ ચડાયેલ ચાર કિલો નકલી સોનાના સાત બિસ્કિટ પોલીસે આ ત્રણ શખ્સ પાસેથી ઝડપી લીધા હતા. ચાર કરોડની કિંમતનું નકલી સોનું અડધી કિંમતે આપવાનો ઇરાદો
આ ટોળકીનું અંદાજિત ચાર કરોડની કિંમતનું નકલી સોનું અડધી કિંમતે આપવાનો ઇરાદો હતો પણ તે પહેલાં જ પોલીસે શામળાજી પાસે વોચ ગોઠવી ત્રણ આરોપીને ઝડપી લીધા હતા . જો કે એક આરોપી ફરાર થઇ ગયા હતા. ટેસ્ટીંગ માટે અસલી સોનુ આપતા
ભેજાબાજો સરકારી કર્મચારીઓ અને વેપારીઓનો સીધો સંપર્ક કરીને તેમને જાળમાં ફસાવતા હતા. તેઓ અડધા ભાવે સોનુ આપવાની લાલચ આપીને ખરીદદારોને ટેસ્ટીંગ માટે અસલી સોનુ આપતા હતા અને તે રીતે ખરીદદારોનો વિશ્વાસ જીતી લઇને તેમને નકલી સોનુ પધરાવી દેતા હતા. ટોળકીએ આ જ પ્રમાણે અગાઉ મહેસાણામાં પણ 90 લાખની ઠગાઇ કરી હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું.
What's Your Reaction?






