Aravalli: હાઇવે પર રિક્ષા આડી રાખી અસામાજિક તત્વોનો આતંક, શાંત પાડવા ગયેલી પોલીસ સાથે કરી ઝપાઝપી

Jun 19, 2026 - 15:30
Aravalli: હાઇવે પર રિક્ષા આડી રાખી અસામાજિક તત્વોનો આતંક, શાંત પાડવા ગયેલી પોલીસ સાથે કરી ઝપાઝપી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બાયડ ટાઉનમાં અસામાજિક તત્વો એટલા બેફામ બન્યા છે કે તેમને હવે પોલીસ કે કાયદાનો કોઈ ડર રહ્યો નથી. બાયડ બસ સ્ટેન્ડ જેવા અત્યંત વ્યસ્ત વિસ્તારમાં કેટલાક માથાભારે યુવકોએ ધોળા દિવસે સ્ટેટ હાઇવે પર પોતાની રિક્ષા આડી હોંકેલી રાખી દીધી હતી. રસ્તો બ્લોક થઈ જવાના કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી અને પબ્લિક પ્રોપર્ટી વચ્ચે જ યુવકોના બે જૂથો આમને સામને આવી ગયા હતા અને પથ્થરમારો તથા લાતો-મુક્કાનો ભયાનક મારપીટનો ખેલ શરૂ થયો હતો.

બચાવવા ગયેલી પોલીસ પર જ તૂટી પડ્યા તોફાનીઓ

બસ સ્ટેન્ડ જેવા પબ્લિક પ્લેસ પર ચાલતી આ લાઈવ મારામારીના દ્રશ્યો જોઈને મુસાફરો અને મહિલાઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. આસપાસના દુકાનદારોએ તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશનને ફોન કરતાં જ પીસીઆર વાન સાથે પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ જ્યારે આ મામલો થાળે પાડવા અને રસ્તો ખુલ્લો કરાવવા વચ્ચે પડી, ત્યારે અસામાજિક તત્વોનો અસલી ચહેરો સામે આવ્યો હતો. પકડાઈ જવાના ડરે આ તોફાની તત્વોએ કાયદાના રક્ષક એવા પોલીસ જવાનો સાથે જ માથાકૂટ શરૂ કરી દીધી હતી. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેટલાક શખ્સોએ ફરજ પરના પોલીસ કર્મચારીને પકડીને પાછળ ધકેલવાનો અને ધક્કો મારવાનો હીન પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, એક તબક્કે તો ઉશ્કેરાયેલા અસામાજિક તત્વો પોલીસ સામે હાથ ઉઠાવવા સુધીની હિંમત કરી બેઠા હતા, જેના કારણે મામલો અત્યંત ગંભીર અને ઉગ્ર બન્યો હતો.

વાયરલ વીડિયોના આધારે કડક કાનૂની પગલાં

આ સમગ્ર હંગામા અને પોલીસ સાથેની ઝપાઝપીના દ્રશ્યો ત્યાં હાજર કોઈ નાગરિકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા, જે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ જિલ્લા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. પોલીસ સામે હાથ ઉઠાવવાની આ ઘટનાને ઉચ્ચ અધિકારીઓએ અત્યંત ગંભીરતાથી લીધી છે. બાયડ પોલીસે તાત્કાલિક ધોરણે આ મામલે રજિસ્ટર્ડ ગુનો નોંધી લીધો છે. વાયરલ વીડિયોના આધારે હંગામો મચાવનારા અને પોલીસની ફરજમાં રુકાવટ ઉભી કરનારા તમામ શખ્સોની ઓળખ કરી લેવામાં આવી છે. પોલીસે આ અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવવા માટે અલગ-અલગ ટીમો બનાવી તેમના આશ્રયસ્થાનો પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરી શકે.

આ પણ વાંચો: Surat: SOG પોલીસે અડાજણમાંથી 17.39 લાખનો હાઇબ્રીડ ગાંજો ઝડપ્યો, હીરા ઘસતો રત્નકલાકાર એરેસ્ટ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0