Aravalliમાં મેઘતાંડવ, માલપુરમાં 1 કલાકમાં 3 ઈંચ વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અરવલ્લીના માલપુરમાં 1 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદમાં રાજમાર્ગ પર પાણીનું તાંડવ જોવા મળ્યું હતું. મેઈન બજારમાં પાણીના ભારે પ્રવાહમાં બાઇક તણાતાનો વીડિયો સામે આવ્યો છે. મેઈન બજારમાં પાણી ભરાતા સામાન્ય નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોડાસાના સાકરીયા, માથાસુલીયા જાલોદર, ફરેડીમાં વરસાદ નોંધાયો હતો.
મેઘરાજાનો પ્રકોપ જોવા મળ્યો
મોડાસાના મોતીપુરામાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદથી વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં આજે બારે મેઘ ખાંગા થયા છે. મોડાસામાં છેલ્લા ત્રણ કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
અરવલ્લી જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
ભારે વરસાદને પગલે હવામાન વિભાગ દ્વારા આજે અરવલ્લી જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. મોડાસામાં આજે સવારથી જ મેઘરાજાનો પ્રકોપ જોવા મળ્યો છે. ભારે વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે.
What's Your Reaction?






