Anandમાં ચોરને પકડવા આવેલી આંધ્રપ્રદેશ પોલીસને અપહરણકર્તા સમજીને સ્થાનિકોએ કર્યો હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આણંદના ગ્રીડ ચોકડી પાસે આંધ્રપ્રદેશ પોલીસકર્મીઓ પર સ્થાનિકોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આંધ્રપ્રદેશ પોલીસકર્મીઓ એક આરોપીને પકડવા માટે અહીં આવ્યા હતા. જેણે બે કિલો સોનાની ચોરી કરી હોવાનો આરોપ છે. પરંતુ સ્થાનિકોએ તેમને અપહરણકર્તા સમજી લીધા અને તેમના પર હુમલો કર્યો હતો. આંધ્રપ્રદેશ પોલીસના પાંચ પોલીસકર્મીઓ એક ચોરીના આરોપીને પકડવા માટે આણંદ આવ્યા હતા. આ પોલીસકર્મીઓએ આરોપીને પકડવા જતાં ત્યાં હાજર સ્થાનિકોને એવું લાગ્યું કે તેઓ કોઈ બાળકીનું અપહરણ કરવા આવ્યા છે.
આંધ્રપ્રદેશ પોલીસ પર આણંદમાં થયો હુમલો
આ ગેરસમજના કારણે લોકોએ ભેગા થઈને પોલીસકર્મીઓ પર હુમલો કર્યો અને તેમને માર માર્યો. આ હુમલામાં એક પોલીસકર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે અન્ય ચાર પોલીસકર્મીઓને સામાન્ય ઇજાઓ પહોંચી છે. આ ઘટનાની જાણ થતાં જ આણંદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ઇજાગ્રસ્ત પોલીસકર્મીને તાત્કાલિક સારવાર માટે આણંદની જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આણંદ પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી
જ્યારે અન્ય ચાર પોલીસકર્મીઓને વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશ પોલીસ સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર જ આણંદમાં ઓપરેશન કરવા આવી હતી. જેના કારણે આ ગેરસમજ અને હુમલો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આણંદ પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ પોલીસ ઓપરેશન્સમાં સંકલન અને સંચારના મહત્વને ફરી એકવાર ઉજાગર કર્યું છે. જેથી આવી ગેરસમજો અને અપ્રિય ઘટનાઓ ટાળી શકાય.
What's Your Reaction?






