Anandના પેટલાદમાં ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓના લોન કૌભાંડનો પર્દાફાશ
ગુજરાતના આણંદમાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો. પેટલાદમાં ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓએ ગ્રાહકોના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી લોન લઈ પૈસા કમાવવાનું ષડયંત્ર રચ્યું. પેટલાદમાં આવેલ માઇક્રો ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓએ ગ્રાહકના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી લાખો રૂપિયાની લોન લઈ લેવાનો બનાવ સામે આવ્યો છે. બેંકના કર્મચારીઓએ ગ્રાહકોની જાણ બહાર ડોક્યુમેન્ટ્સ ઉપર લોનો પડાવી લીધી હતી. આ અંગે એક ગ્રાહકે ટોલ ફ્રી નંબર ઉપર જાણ કરતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.અને 84 લાખની લોન પાડી હોવાની ફરિયાદ નોંધાઈ છે.કર્મચારીઓએ ગ્રાહકો સાથે છેતરપિંડી કરીપેટલાદ શહેરમાં કોલેજ ચોકડીથી સાંઈનાથ ચોકડી જવાના માર્ગ ઉપર આવેલ ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓએ ગ્રાહકો સાથે છેતરપિંડી કરી. NABFINS LTD(નેબફીન્સ )જે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની અને માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટની પેટલાદ ખાતે ગંગા મૈયા પાર્કમાં મકાનમાં શાખા આવેલી છે. આ શાખામાં ગ્રાહકોની જાણ બહાર તેમના ડોક્યુમેન્ટ્સ ઉપર લોનની અરજી કરી કર્મચારીઓએ 84 લાખની લોન લીધી હતી. લોનધારકો દ્વારા ઘણા ગ્રાહકોના ઘરે હપ્તાની ઉઘરાણી માટે જતા ગ્રાહકોને તેમની સાથે લોનમાં છેતરપિંડી થઇ હોવાનું જણાયું હતું, જેથી ગ્રાહકે ફાઇનાન્સ કંપનીના ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે છ આરોપીઓ સામે ગુનો નોંધ્યોગ્રાહકે છેતરપિંડીની થયાની પેટલાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ. ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓએ ગ્રાહકોની જાણ તેમના દસ્તાવેજનો લોન લેવા ઉપયોગ કરી 84 લાખ રૂપિયાની લોન લઈ છેતરપિંડી આચરી.ભોગ બનનાર ગ્રાહકની ફરિયાદ બાદ કર્મચારીઓ સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો. પેટલાદ શહેર પોલીસ મથકે છ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. પોલીસે પરેશ ઠાકોર (રહે. બાકરોલ )રુબીના મન્સૂરી (રહે આણંદ) ભાવેશ પરમાર( રહે કનકાપુરા, બોરસદ ) મોઇનમીયા મલેક ( રહે. રાલજ ખંભાત) વિકાસ ઠાકોર (રહે.બાલુપુરા આણંદ )અને વિષ્ણુ પ્રજાપતિ (કરોલી, વસો ) સામે શહેર પોલીસ મથકે ગુનો નોંધાયો છે.પેટલાદ શહેર પોલીસે કંપનીના ડેપ્યુટી મેનેજરની ફરિયાદને આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતના આણંદમાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો. પેટલાદમાં ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓએ ગ્રાહકોના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી લોન લઈ પૈસા કમાવવાનું ષડયંત્ર રચ્યું. પેટલાદમાં આવેલ માઇક્રો ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓએ ગ્રાહકના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી લાખો રૂપિયાની લોન લઈ લેવાનો બનાવ સામે આવ્યો છે. બેંકના કર્મચારીઓએ ગ્રાહકોની જાણ બહાર ડોક્યુમેન્ટ્સ ઉપર લોનો પડાવી લીધી હતી. આ અંગે એક ગ્રાહકે ટોલ ફ્રી નંબર ઉપર જાણ કરતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.અને 84 લાખની લોન પાડી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
કર્મચારીઓએ ગ્રાહકો સાથે છેતરપિંડી કરી
પેટલાદ શહેરમાં કોલેજ ચોકડીથી સાંઈનાથ ચોકડી જવાના માર્ગ ઉપર આવેલ ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓએ ગ્રાહકો સાથે છેતરપિંડી કરી. NABFINS LTD(નેબફીન્સ )જે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની અને માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટની પેટલાદ ખાતે ગંગા મૈયા પાર્કમાં મકાનમાં શાખા આવેલી છે. આ શાખામાં ગ્રાહકોની જાણ બહાર તેમના ડોક્યુમેન્ટ્સ ઉપર લોનની અરજી કરી કર્મચારીઓએ 84 લાખની લોન લીધી હતી. લોનધારકો દ્વારા ઘણા ગ્રાહકોના ઘરે હપ્તાની ઉઘરાણી માટે જતા ગ્રાહકોને તેમની સાથે લોનમાં છેતરપિંડી થઇ હોવાનું જણાયું હતું, જેથી ગ્રાહકે ફાઇનાન્સ કંપનીના ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો.
પોલીસે છ આરોપીઓ સામે ગુનો નોંધ્યો
ગ્રાહકે છેતરપિંડીની થયાની પેટલાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ. ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓએ ગ્રાહકોની જાણ તેમના દસ્તાવેજનો લોન લેવા ઉપયોગ કરી 84 લાખ રૂપિયાની લોન લઈ છેતરપિંડી આચરી.ભોગ બનનાર ગ્રાહકની ફરિયાદ બાદ કર્મચારીઓ સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો. પેટલાદ શહેર પોલીસ મથકે છ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. પોલીસે પરેશ ઠાકોર (રહે. બાકરોલ )રુબીના મન્સૂરી (રહે આણંદ) ભાવેશ પરમાર( રહે કનકાપુરા, બોરસદ ) મોઇનમીયા મલેક ( રહે. રાલજ ખંભાત) વિકાસ ઠાકોર (રહે.બાલુપુરા આણંદ )અને વિષ્ણુ પ્રજાપતિ (કરોલી, વસો ) સામે શહેર પોલીસ મથકે ગુનો નોંધાયો છે.પેટલાદ શહેર પોલીસે કંપનીના ડેપ્યુટી મેનેજરની ફરિયાદને આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.