Anand: મહીસાગર નદીમાં નાહવા પડેલો યુવક ડૂબી જતાં મોત
વડોદરા જીલ્લાના સાવલી તાલુકના પોઈચા (કનોડા) ગામે પસાર થતી મહીસાગર નદીમાં નહાવા પડેલો યુવક તણાઈ ગયો હતો. આ યુવાન માનતા પુરી કરવા ભમ્મર ઘોડા ગામે આવ્યો હતો. એન.ડી.આર.એફ.ના જવાનોએ મૃતદેહ શોધીને સાવલી પોલીસને આપ્યો હતો. પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ આણંદ જીલ્લાના બાંધણી ગામે રહેતા અલ્પેશભાઈ પુનમભાઈ તળપદા સાવલીના ભમ્મર ઘોડા ખાતે મેલડી માતાના મંદિરે માનતા પુરી કરવા આવ્યો હતો. માનતા પૂરી કરી પરત ફરતી વખતે પોઈચા ગામ પાસે આવેલા મહીસાગર નદીમાં નહાવા ગયો હતો. આ દરમિયાન ઉંડા પાણીમાં ગરકાવ થતાં તણાયો હતો. ઘટનાની જાણ સાવલી પોલીસને થતાં સ્થળ ઉપર દોડી આવી હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી લાપતા અલ્પેશની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ સફળતા ન મળતાં એન.ડી.આર.એફ.ની મદદ લેવામાં આવી હતી.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા જીલ્લાના સાવલી તાલુકના પોઈચા (કનોડા) ગામે પસાર થતી મહીસાગર નદીમાં નહાવા પડેલો યુવક તણાઈ ગયો હતો. આ યુવાન માનતા પુરી કરવા ભમ્મર ઘોડા ગામે આવ્યો હતો. એન.ડી.આર.એફ.ના જવાનોએ મૃતદેહ શોધીને સાવલી પોલીસને આપ્યો હતો. પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ આણંદ જીલ્લાના બાંધણી ગામે રહેતા અલ્પેશભાઈ પુનમભાઈ તળપદા સાવલીના ભમ્મર ઘોડા ખાતે મેલડી માતાના મંદિરે માનતા પુરી કરવા આવ્યો હતો. માનતા પૂરી કરી પરત ફરતી વખતે પોઈચા ગામ પાસે આવેલા મહીસાગર નદીમાં નહાવા ગયો હતો. આ દરમિયાન ઉંડા પાણીમાં ગરકાવ થતાં તણાયો હતો. ઘટનાની જાણ સાવલી પોલીસને થતાં સ્થળ ઉપર દોડી આવી હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી લાપતા અલ્પેશની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ સફળતા ન મળતાં એન.ડી.આર.એફ.ની મદદ લેવામાં આવી હતી.