Anand: બોગસ માર્કશીટથી વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાયું, એક શખ્સની ધરપકડ

આણંદ SOG પોલીસે બોગસ માર્કશીટ તથા સર્ટીના આધારે વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અલગ અલગ યુનિવર્સિટીની બનાવટી માર્કશીટ અને સર્ટી ઝડપાયા છે. ગુજરાત યુનિવર્સિટી અને સરદાર પટેલ યુનિવર્સિટીની બોગસ માર્કશીટ ઝડપાઈ છે. અલગ અલગ યુનિવર્સિટીના ડુપ્લીકેટ રબ્બર સ્ટેમ્પ પણ ઝડપાયા છે. સરકારી અને ખાનગી યુનિવર્સિટી અને કોલેજના બનાવટી સર્ટી ઝડપાયા છે. SOG દ્વારા પેટલાદમાં દરોડો પાડી એક શખ્સની ધરપકડ કરવામાં આવી. અગાઉ પણ આણંદમાંથી બોગસ માર્કશીટનું કૌભાંડ ઝડપાયું હતું આણંદમાં બોગસ માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. રાજ્ય અને દેશની જુદી-જુદી યુનિવર્સિટીની બનાવટી માર્કશીટ અને પ્રમાણપત્ર સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. એક તરફ સમગ્ર દેશમાં NEETના પરિણામને લઇને આખા દેશમાં મુદ્દો ઉછળી રહ્યો છે. બીજી તરફ ગુજરાતના આણંદમાં બોગસ માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. માત્ર ગુજરાત નહીં, આરોપી પાસેથી દેશના અનેક રાજ્યની નકલી માર્કશીટ મળી આવી હતી. દેશની જુદી-જુદી યુનિવર્સિટીની બનાવટી માર્કશીટ અને પ્રમાણપત્ર સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. વિદ્યાનગર રોડ પર આવેલા ક્રિષ્ના સફર કોમ્પલેક્ષના ચોથા માળે વિઝા કન્સલ્ટન્સી ઓફિસમાં પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં આરોપીની ઓફિસમાંથી જુદી-જુદી યુનિવર્સિટીના નકલી પ્રમાણપત્રો મળી આવ્યા હતા. 90થી વધારે નકલી માર્કશીટ પકડાઈ હતી જેમાં ન્યુ દિલ્હી સ્કુલ બોર્ડના- 10, SPUના- 34, મહારાષ્ટ્ર બોર્ડના- 06, એમ.પી.સી. કોલેજ અમરાવતી, મહારાષ્ટ્રના- 02, બાબા સાહેબ આંબેડકર યુનીવર્સિટી, લોનેર, મહારાષ્ટ્રના- 09, MSU , વડોદરાના- 13, પંજાબ બોર્ડના- 03, હરિયાણા બોર્ડના- 05, કુરૂક્ષેત્ર યુનીવર્સિટી હરિયાણા- 6, હરિયાણા સ્ટેટ બોર્ડના-01, સ્વામી વિવેકાનંદ પબ્લીક સ્કુલ, યમુનાનગર, દિલ્હીના- 1 માર્કશીટ મળી છે. માર્કશીટ કૌભાંડમાં કુલ 90 સર્ટિફિકેટ મળી આવ્યા હતા. આ ઉપરાંત વિદેશ જવા ઈચ્છતા લોકો કે જેમની પાસે અભ્યાસનું સર્ટિ ન હોય તેની પાસેથી 2-2 લાખ રૂપિયા લઈને આરોપી નકલી સર્ટિફિકેટ આપતો હતો.પોલીસે આરોપીની ઓફિસમાંથી એક લેપટોપ બે મોબાઇલ મળી કુલ 95 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી પણ ઝડપાયો હતો અલગ અલગ રાજ્યની સરકારી શૈક્ષણિક સંસ્થાના બનાવટી માર્કશીટો તથા સર્ટીઓ બનાવી વિદેશ મોકલવાના કૌભાંડ આચરતા એક આરોપીને આણંદ પોલીસે પકડ્યો હતો. વિદ્યાનગર રોડ ઉપર આવેલા ક્રિષ્ના સફર કોમ્પલેક્ષના ચોથા માળે 402મા એસ.પી. સ્ટડી પ્લાનર LLP નામની ઓવરસીઝમા અમદાવાદના સિધ્ધીક શાહ નામનો શખ્સ વિદેશ જવા ઇચ્છતા ગ્રાહકોને બનાવટી માર્કશીટ તથા દસ્તાવેજો બનાવી વિદેશના વિઝા મેળવી વિદેશ મોકલી આપતો હતો.

Anand: બોગસ માર્કશીટથી વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાયું, એક શખ્સની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આણંદ SOG પોલીસે બોગસ માર્કશીટ તથા સર્ટીના આધારે વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અલગ અલગ યુનિવર્સિટીની બનાવટી માર્કશીટ અને સર્ટી ઝડપાયા છે. ગુજરાત યુનિવર્સિટી અને સરદાર પટેલ યુનિવર્સિટીની બોગસ માર્કશીટ ઝડપાઈ છે. અલગ અલગ યુનિવર્સિટીના ડુપ્લીકેટ રબ્બર સ્ટેમ્પ પણ ઝડપાયા છે. સરકારી અને ખાનગી યુનિવર્સિટી અને કોલેજના બનાવટી સર્ટી ઝડપાયા છે. SOG દ્વારા પેટલાદમાં દરોડો પાડી એક શખ્સની ધરપકડ કરવામાં આવી.


અગાઉ પણ આણંદમાંથી બોગસ માર્કશીટનું કૌભાંડ ઝડપાયું હતું

આણંદમાં બોગસ માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. રાજ્ય અને દેશની જુદી-જુદી યુનિવર્સિટીની બનાવટી માર્કશીટ અને પ્રમાણપત્ર સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. એક તરફ સમગ્ર દેશમાં NEETના પરિણામને લઇને આખા દેશમાં મુદ્દો ઉછળી રહ્યો છે. બીજી તરફ ગુજરાતના આણંદમાં બોગસ માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. માત્ર ગુજરાત નહીં, આરોપી પાસેથી દેશના અનેક રાજ્યની નકલી માર્કશીટ મળી આવી હતી.

દેશની જુદી-જુદી યુનિવર્સિટીની બનાવટી માર્કશીટ અને પ્રમાણપત્ર સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. વિદ્યાનગર રોડ પર આવેલા ક્રિષ્ના સફર કોમ્પલેક્ષના ચોથા માળે વિઝા કન્સલ્ટન્સી ઓફિસમાં પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં આરોપીની ઓફિસમાંથી જુદી-જુદી યુનિવર્સિટીના નકલી પ્રમાણપત્રો મળી આવ્યા હતા.

90થી વધારે નકલી માર્કશીટ પકડાઈ હતી

જેમાં ન્યુ દિલ્હી સ્કુલ બોર્ડના- 10, SPUના- 34, મહારાષ્ટ્ર બોર્ડના- 06, એમ.પી.સી. કોલેજ અમરાવતી, મહારાષ્ટ્રના- 02, બાબા સાહેબ આંબેડકર યુનીવર્સિટી, લોનેર, મહારાષ્ટ્રના- 09, MSU , વડોદરાના- 13, પંજાબ બોર્ડના- 03, હરિયાણા બોર્ડના- 05, કુરૂક્ષેત્ર યુનીવર્સિટી હરિયાણા- 6, હરિયાણા સ્ટેટ બોર્ડના-01, સ્વામી વિવેકાનંદ પબ્લીક સ્કુલ, યમુનાનગર, દિલ્હીના- 1 માર્કશીટ મળી છે. માર્કશીટ કૌભાંડમાં કુલ 90 સર્ટિફિકેટ મળી આવ્યા હતા. આ ઉપરાંત વિદેશ જવા ઈચ્છતા લોકો કે જેમની પાસે અભ્યાસનું સર્ટિ ન હોય તેની પાસેથી 2-2 લાખ રૂપિયા લઈને આરોપી નકલી સર્ટિફિકેટ આપતો હતો.પોલીસે આરોપીની ઓફિસમાંથી એક લેપટોપ બે મોબાઇલ મળી કુલ 95 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આરોપી પણ ઝડપાયો હતો

અલગ અલગ રાજ્યની સરકારી શૈક્ષણિક સંસ્થાના બનાવટી માર્કશીટો તથા સર્ટીઓ બનાવી વિદેશ મોકલવાના કૌભાંડ આચરતા એક આરોપીને આણંદ પોલીસે પકડ્યો હતો. વિદ્યાનગર રોડ ઉપર આવેલા ક્રિષ્ના સફર કોમ્પલેક્ષના ચોથા માળે 402મા એસ.પી. સ્ટડી પ્લાનર LLP નામની ઓવરસીઝમા અમદાવાદના સિધ્ધીક શાહ નામનો શખ્સ વિદેશ જવા ઇચ્છતા ગ્રાહકોને બનાવટી માર્કશીટ તથા દસ્તાવેજો બનાવી વિદેશના વિઝા મેળવી વિદેશ મોકલી આપતો હતો.