Anand પંથકમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભૂસ્તરીય હલચલ વધી રહી છે, ત્યારે આજે ચરોતર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આણંદ અને તેની આસપાસના વિસ્તારોમાં સાંજના સમયે ધરતી ધ્રૂજતા અનેક લોકો સાવચેતીના ભાગરૂપે પોતાના ઘર અને ઓફિસની બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.
ભૂકંપની વિગત
ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ સેન્ટર (ISR) ના જણાવ્યા અનુસાર, આજે સાંજે 4:35 કલાકે આણંદ અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.4 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ આણંદથી અંદાજે 36 કિમી દૂર નોંધાયું છે.
જાન-માલની સ્થિતિ
જોકે, આંચકો નાનો હોવાથી હજુ સુધી ક્યાંયથી પણ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી. પરંતુ, અચાનક આવેલા આંચકાને કારણે સ્થાનિકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા પણ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર બાદ હવે મધ્ય ગુજરાતમાં પણ અવારનવાર હળવા આંચકા અનુભવાતા હોવાથી ભૂસ્તરશાસ્ત્રીઓ આ ઘટનાને પૃથ્વીના પેટાળમાં થતી પ્લેટોની હલચલ તરીકે જોઈ રહ્યા છે.
આ પણ વાંચો---- Surat : ઉમરામાં ઉદ્યોગપતિની પુત્રવધૂનો આપઘાત, લગ્નના 3 મહિનામાં જ ખ્યાતિ કેજરીવાલે જીવન ટૂંકાવ્યું
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

