Anand News: બોરસદના વાસણામાં તમાકુના વેપારીઓને ત્યાં GSTના દરોડા, અધિકારીઓએ આઈકાર્ડ નહીં બતાવતા પોલીસ બોલાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આણંદના બોરસદના વાસણામાં તમાકુના વેપારીને ત્યાં GSTના દરોડા પડ્યા હતાં. GSTના અધિકારીઓએ વેપારીને ધમકી આપી હતી. વેપારીઓએ બોરસદ પોલીસને આ અંગે રજૂઆત કરી હતી. દરોડામાં આવેલા અધિકારીઓએ પોતાનું આઈ કાર્ડ અને વોરંટ નહીં બતાવતા વેપારીઓએ પોલીસ બોલાવી હતી. રેડમાં આવેલા તમામ લોકોને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતાં.
તમાકુના વેપારીઓને ત્યાં GSTની ટીમે દરોડા પાડ્યા
આણંદના બોરસદ ખાતેના વાસણામાં તમાકુના વેપારીઓને ત્યાં GSTની ટીમે દરોડા પાડ્યા હતાં. GSTના દરોડા પડતાં જ વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. GSTની ટીમને જોઈને વેપારીઓમાં દોડાદોડ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.વેપારીઓએ GSTના અધિકારીઓ પાસે આઈડી કાર્ડ અને વોરંટ માગ્યું હતું.GSTના અધિકારીઓએ વેપારીને ધમકી આપી હતી. ત્યારબાદ મામલો બિચક્યો હતો.
ઓળખ પત્ર માંગતા અધિકારીઓએ આપવાનો ઈનકાર કર્યો
વેપારીઓએ GSTના અધિકારીઓ પાસે ઓળખ પત્ર માંગતા અધિકારીઓએ આપવાનો ઈનકાર કર્યો હતો. ત્યાર બાદ વેપારીઓએ પોલીસ બોલાવી હતી. ઘટના સ્થળે પહોચેલી પોલીસે GSTના અધિકારીઓને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતાં. આ ઘટનામાં વેપારીઓના ટોળે ટોળા ઉમટી પડ્યા હતાં. બોલિવૂડની સ્પેશિયલ 26 ફિલ્મ જેવી આ ઘટના બોરસદના વાસણામાં જોવા મળી હતી.
What's Your Reaction?






