Anand News: ઉમરેઠ-નડિયાદ રોડ પર મોતનો વળાંક, ડાયવર્ઝનમાં બાઈક ઘૂસી જતા ચાલકનું મોત

Nov 12, 2026 - 00:30
Anand News: ઉમરેઠ-નડિયાદ રોડ પર મોતનો વળાંક, ડાયવર્ઝનમાં બાઈક ઘૂસી જતા ચાલકનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આણંદ જિલ્લાના ઉમરેઠ-નડિયાદ રોડ પર વહીવટી તંત્ર અને માર્ગ મકાન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. પરવટા ગામ પાસે નહેર પર બનાવવામાં આવેલા ગરનાળાના સમારકામના કારણે હાઈવે પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જ્યાં રાત્રિના કે અસ્પષ્ટ દ્રશ્યો વચ્ચે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઉમરેઠથી નડિયાદ તરફ બાઈક લઈને જઈ રહેલા ચાલકને ડાયવર્ઝનનો તીક્ષ્ણ વળાંક બરાબર ન દેખાતા બાઈક સીધું ડાયવર્ઝનમાં અથડાયું હતું, જેના કારણે બાઈકસવારનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું.

સૂચક બોર્ડ અને રિફ્લેક્ટરના અભાવે અગાઉ પણ પલટાયા છે વાહનો

સ્થાનિક રહીશો અને રાહદારીઓના આક્ષેપ મુજબ, આ ડાયવર્ઝન શરૂ કરવામાં આવ્યું ત્યારથી જ ત્યાં પૂરતી સલામતીની વ્યવસ્થા કરવામાં આવી નથી. ઘટનાસ્થળથી અડધા કિલોમીટરના અંતર સુધી કોઈ જ સૂચક બોર્ડ (Signboards), સ્ટ્રીટલાઈટ કે રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા નથી. જેના કારણે અજાણ્યા વાહનચાલકો અકસ્માતનો ભોગ બને છે. અગાઉ પણ આ જ ડાયવર્ઝન પર સિમેન્ટ ભરેલું ડમ્પર અને ચોખા ભરેલી ટ્રક જેવા ભારે વાહનો પલટી ખાઈ ચૂક્યા છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ સુધારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી.

Anand News: Umreth-Nadiad Road Accident: Biker Dies After Falling Into Diversion Near Parvata

વારંવારના અકસ્માતો છતાં તંત્રની ઘોર લાપરવાહી સામે ઉઠ્યા સવાલો

એ જ સ્થળે વારંવાર ગંભીર અકસ્માતો સર્જાવા છતાં અને લોકો જીવ ગુમાવી રહ્યા હોવા છતાં જવાબદાર તંત્ર અને ઓથોરિટી દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે, જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રજાના જીવન સાથે ચેડાં કરતી આ લાપરવાહી સામે કડક પગલાં લેવાની માંગ ઊઠી છે.

=" target="_blank"> =

પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી

આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાં જ ઉમરેઠ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને કબજે કરી પીએમ અર્થે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે. આ મામલે ઉમરેઠ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાનૂની તપાસ સઘન બનાવી છે.


આ પણ વાંચો: Amul Milk Price Hike: અમૂલ દૂધના ભાવમાં ફરી વધારો, ગોલ્ડ અને તાજામાં વધ્યો અધધ ભાવ!


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0