Anand News: વલ્લભવિદ્યાનગરમાં AXIS Bankના ATMમાં અચાનક સાયરન વાગી, સિક્યુરિટી ગાર્ડ કે પોલીસ ડોકાઈ નહીં

Mar 26, 2026 - 10:30
Anand News: વલ્લભવિદ્યાનગરમાં AXIS Bankના ATMમાં અચાનક સાયરન વાગી, સિક્યુરિટી ગાર્ડ કે પોલીસ ડોકાઈ નહીં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં લૂંટ અને ચોરીના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. બીજી તરફ બેંકના ATMમાં થતી ચોરીના કિસ્સા પણ વધી રહ્યાં છે. ત્યારે એક બેંકના સુરક્ષા કર્મીની ગંભીર બેદરકારી સામે આવી છે. આણંદના વલ્લભવિદ્યાનગરમાં ATM સેન્ટરમાં અચાનક સાયરન વાગવા માંડી હતી. સાયરન વાગતાં જ લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. આ ATM પાસે કોઈ સિક્યુરિટી ગાર્ડ કે પોલીસ ડોકાઈ જ નહોતી.

ATMમાં રાતના સમયે અચાનક સાયરન વાગી

આણંદના વલ્લભ વિદ્યાનગરમાં AXIS BANKના ATMમાં રાતના સમયે અચાનક સાયરન વાગી હતી. સાયરન વાગતા આસપાસના લોકો ચોંકી ગયા હતાં. આ ATMમાં શોર્ટ સર્કિટ અથવા અન્ય કારણોસર સાયરન વાગી હતી. સાયરન વાગવા છતાંય કોઈ સિક્યુરિટી ગાર્ડ કે પોલીસ ડોકાઈ નહોતી. એક જાગૃત નાગરિકે આ સાયરન વાગી તે દરમિયાનનો વીડિયો ઉતારીને વાયરલ કર્યો હતો.

એટીએમ પાસે કોઈ સિક્યુરિટી ગાર્ડ દેખાતો નથી

લોકોમાં એવી ચર્ચાઓ હતી કે, ચોરી અને લૂંટ સહિતની ઘટનાઓ વધી છે. બેંકના એટીએમ પાસે કોઈ સિક્યુરિટી ગાર્ડ દેખાતો નથી. જો આ પ્રકારની સાયરન સુરક્ષા માટે ATMમાં મુકી હોય અને તે વાગે તે છતાંય કોઈ તપાસ ના થાય તો તેનો કોઈ અર્થ નથી. આ પ્રકારની ગંભીર બેદરકારી મોટું નુકસાન સર્જી શકે છે.

આ પણ વાંચોઃ Vadodara News : રાજયમાં રામનવમીની શોભાયાત્રા નીકળશે, સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું રહેશે સતત પેટ્રોલિંગ



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0