Anand: શહેરમાં દાંડીપથ ઉપર 12 મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યું
આણંદ મહાનગરપાલિકાની અમલવારી બાદકાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારોમા તંત્ર દ્વારા તબક્કાવાર દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામા આવી રહી છે.ત્યારે આજરોજ એએમસીના ડેપ્યુટી મ્યુની કમિશ્નર એસ.કે.ગરવાલના વડપણ હેઠળ મનપાની દબાણ હટાવી ટીમ તેમજ અવકુડાના અધિકારીઓની સંયુક્ત ટીમે ચુસ્ત બંદોબસ્ત હેઠળ રાજશિવાલ. સિનેમા વિસ્તારમા ટીપી 10 ઉપર ખડકાયેલા 10 પાકા તથા 2 કાચા મકાનો-દબાણો ઉપર બુલડોઝર ફેરવી 15 મીટર જગ્યા ખુલ્લી કરી છે. સાથોસાથ ખુલ્લી થયેલી જગ્યામાં રાતોરાત માર્ગનુ નિર્માણ કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. આણંદ મ્યુની કોર્પોરેશનના કમિશ્નર, ડેપ્યુટી મ્યુની કમિશ્નરના વડપણ હેઠળ ટીમો દ્વારા એએમસીમા સમાવિષ્ટ વિસ્તારોમા સમયાંતરે સફાઇ, સરકારી જમીન ઉપરના તેમજ ટ્રાફિકને અડચણરૂપ દબાણોની ઓળખ કરીને તેને જમીનદોસ્ત કરવાની કામગીરી, ગટર લાઇનોની મશીન વડે સફાઇ સહિતની કામગીરી હાથ ધરવામા આવી રહી છે. ત્યારે આજે સવારે ડે. મ્યુની કમિશ્નર એસ.કે.ગરવાલની રાહબરી હેઠળ દબાણ હટાવ ટીમ તેમજ અવકુડાના અધિકારીઓ-કર્મચારીઓની ટીમ દ્વારા જેસીબી, ટ્રેક્ટરો સહિતના દબાણ હટાવ સંશાધનો સાથે આણદ શહેરના રાજ શિવાલય સિનેમા વિસ્તારમા ટીપી નં.10મા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે ત્રાટકીને પેટ્રોલપંપ પાસે દાંડીપથ ઉપર છેલ્લા કેટલાક સમયથી ખડકાયેલા સ્થાનિક રહીશો, રાહદારીઓ તેમજ વાહનચાલકોની અવરજવર ઉપર વિક્ષેપ સર્જતા ટ્રાફિકને અડચણરૂપ 10 પાકા તેમજ 2 કાચા મકાનો-દબાણો ઉપર બુલડોઝર-જેસીબી ફેરવીને તેનો સફાયો કરવામા આવ્યો છે. તંત્રની દબાણ હટાવ કામગીરીને લઇને 15 મીટર જગ્યા ખુલ્લી થતાં જગ્યા ઉપર રાતોરાત માર્ગનુ નિર્માણ કરવાનો નિર્ણય લેવાયો હોઇ અવરજવર માટે જગ્યા ખુલ્લી થતાં રહીશોમા રાહતની લાગણી વ્યાપી છે.
![Anand: શહેરમાં દાંડીપથ ઉપર 12 મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યું](https://epapercdn.sandesh.com/images/2025/02/07/AXugqEe5uUrV9YaFSaggrhB3VWj54oMTQMM0QuXG.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આણંદ મહાનગરપાલિકાની અમલવારી બાદકાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારોમા તંત્ર દ્વારા તબક્કાવાર દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામા આવી રહી છે.
ત્યારે આજરોજ એએમસીના ડેપ્યુટી મ્યુની કમિશ્નર એસ.કે.ગરવાલના વડપણ હેઠળ મનપાની દબાણ હટાવી ટીમ તેમજ અવકુડાના અધિકારીઓની સંયુક્ત ટીમે ચુસ્ત બંદોબસ્ત હેઠળ રાજશિવાલ. સિનેમા વિસ્તારમા ટીપી 10 ઉપર ખડકાયેલા 10 પાકા તથા 2 કાચા મકાનો-દબાણો ઉપર બુલડોઝર ફેરવી 15 મીટર જગ્યા ખુલ્લી કરી છે. સાથોસાથ ખુલ્લી થયેલી જગ્યામાં રાતોરાત માર્ગનુ નિર્માણ કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે.
આણંદ મ્યુની કોર્પોરેશનના કમિશ્નર, ડેપ્યુટી મ્યુની કમિશ્નરના વડપણ હેઠળ ટીમો દ્વારા એએમસીમા સમાવિષ્ટ વિસ્તારોમા સમયાંતરે સફાઇ, સરકારી જમીન ઉપરના તેમજ ટ્રાફિકને અડચણરૂપ દબાણોની ઓળખ કરીને તેને જમીનદોસ્ત કરવાની કામગીરી, ગટર લાઇનોની મશીન વડે સફાઇ સહિતની કામગીરી હાથ ધરવામા આવી રહી છે. ત્યારે આજે સવારે ડે. મ્યુની કમિશ્નર એસ.કે.ગરવાલની રાહબરી હેઠળ દબાણ હટાવ ટીમ તેમજ અવકુડાના અધિકારીઓ-કર્મચારીઓની ટીમ દ્વારા જેસીબી, ટ્રેક્ટરો સહિતના દબાણ હટાવ સંશાધનો સાથે આણદ શહેરના રાજ શિવાલય સિનેમા વિસ્તારમા ટીપી નં.10મા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે ત્રાટકીને પેટ્રોલપંપ પાસે દાંડીપથ ઉપર છેલ્લા કેટલાક સમયથી ખડકાયેલા સ્થાનિક રહીશો, રાહદારીઓ તેમજ વાહનચાલકોની અવરજવર ઉપર વિક્ષેપ સર્જતા ટ્રાફિકને અડચણરૂપ 10 પાકા તેમજ 2 કાચા મકાનો-દબાણો ઉપર બુલડોઝર-જેસીબી ફેરવીને તેનો સફાયો કરવામા આવ્યો છે. તંત્રની દબાણ હટાવ કામગીરીને લઇને 15 મીટર જગ્યા ખુલ્લી થતાં જગ્યા ઉપર રાતોરાત માર્ગનુ નિર્માણ કરવાનો નિર્ણય લેવાયો હોઇ અવરજવર માટે જગ્યા ખુલ્લી થતાં રહીશોમા રાહતની લાગણી વ્યાપી છે.