Anand : પેટલાદમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા, શિક્ષક દંપતીના ઘરને બનાવ્યું નિશાન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આણંદના પેટલાદમાં ધોળા દિવસે તસ્કરો શિક્ષક દંપતીના ઘરમાં ઘૂસ્યા અને તિજોરીના તાળા તોડી સોનાના મંગલસૂત્રની ચોરી કરી છે. આ ચોરીની ઘટના મહાકાળી ટેનામેન્ટ ખાતે બની છે. બનાવ ત્યારે સર્જાયો જ્યારે દંપતી સ્કૂલમાં નોકરી પર હતા. પેટલાદ હાઈવે માર્ગ નજીક આવેલા ઘરમાં ચોરી બપોરે 12થી 3ના સમયગાળામાં થઈ.
સ્થાનિક રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો
તસ્કરો ઘરના મુખ્ય તાળાને તોડી અંદર પ્રવેશ્યા અને તિજોરીના તાળાને તોડી ચોરીના માલને લઈને ફરાર થઈ ગયા. વાસ્તવિક માલમાંથી મુખ્ય ચોરી સોનાનું મંગલસૂત્ર છે. બનાવ વિનય પ્રજાપતિના મકાનમાં બન્યો છે. દિવસ દરમિયાન થયેલી આ ચોરીને લઈને સ્થાનિક રહેવાસીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. રહેવાસીઓએ પોલીસે કડક પગલાં લેવા અને ચોરી કરનારા તસ્કરોને ઝડપવાની માગ કરી છે.
પોલીસે CCTV ચેક કરવાનું શરૂ કર્યું
બનાવની જાણ પેટલાદ શહેર પોલીસને કરાઈ છે, પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી દીધી છે અને તસ્કરોને ઝડપી લેવા માટે સાક્ષીઓ અને CCTV ચેક કરવાનું શરૂ કર્યું છે. પોલીસ અનુસાર, આવો બનાવ મહાકાળી ટેનામેન્ટ વિસ્તારમાં શાંતિ પર અસર પાડી શકે છે, તેથી લોકોએ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો : Sabarkantha News: હિંમતનગરના બેરણા ગામે ખેતરમાં ભીષણ આગ, ખેડૂતને થયું લાખોનું નુકસાન
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

