Valsad: વાપી રેલવે પ્લેટફોર્મ પર જાંબાઝોએ મુસાફરોને મોતના મુખમાંથી ખેંચી કાઢ્યા, રેલવે સ્ટાફ અને પોલીસે બતાવ્યું સાહસ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વલસાડ જિલ્લાના વાપી રેલવે સ્ટેશન પરથી માનવતા અને સમયસૂચકતાના ઉત્તમ ઉદાહરણ સમાન બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. ચાલુ ટ્રેનમાં ચઢવા અને ઉતરવા જતાં બે જુદા-જુદા મુસાફરોનો પગ લપસી ગયો હતો. સંતુલન ગુમાવવાને કારણે બંને મુસાફરો પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચેના જોખમી ગેપમાં સરકી રહ્યા હતા. જોકે, સ્ટેશન પર હાજર રેલવે સ્ટાફની બહાદુરીને કારણે એક મોટી હોનારત ટળી ગઈ હતી. આ હૃદયધબકારો વધારતી ઘટનાના લાઈવ દ્રશ્યો રેલવે સ્ટેશનના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થયા છે.
સેકન્ડોના હેરફેરથી બે મુસાફરોના જીવ બચ્યા
મળતી વિગતો અનુસાર, પહેલી ઘટનામાં એક મહિલા મુસાફર ચાલુ ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયત્ન કરી રહી હતી, તે સમયે તેનો પગ સ્લીપ થઈ ગયો હતો. મહિલા ટ્રેનની નીચે કચડાય તે પહેલાં જ ત્યાં ફરજ પર હાજર વલસાડના રેલવે સફાઈ કોન્ટ્રાક્ટરે ત્વરિત દોડીને મહિલાને પ્લેટફોર્મ તરફ ખેંચી લીધી હતી. જ્યારે બીજી ઘટનામાં એક પુરુષ મુસાફર ચાલુ ટ્રેનમાં ચઢવા જતાં પોતાનો કાબૂ ગુમાવી બેઠો હતો અને ટ્રેનની સાથે ઢસડાવા લાગ્યો હતો.
ટ્રેનમાં ચઢતા-ઉતરતા પગ લપસ્યો
આ દ્રશ્ય નજરે જોતાં જ પ્લેટફોર્મ પર તૈનાત બે રેલવે પોલીસ કોન્સ્ટેબલો સિંગમની જેમ દોડી આવ્યા હતા અને મુસાફરને હેમખેમ બહાર ખેંચી લીધો હતો. સેકન્ડોના ભાગમાં લેવાયેલા આ નિર્ણયોને કારણે બંને મુસાફરોના જીવ બચી ગયા છે અને સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: Bhavnagar: સોમનાથ હાઇવે પર ક્રેઇન લઈ જતો ટ્રક પલટી મારીને સળગ્યો, ડ્રાઇવરનું જીવતું ભૂંજાઈ જતાં કરુણ મોત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

