Amreliમાં બેફામ રેતીચોરી, શેત્રુંજી નદીના ઈકો સેન્સિટિવ ઝોનમાં ખનીજ માફિયાઓ ધોળા દિવસે સક્રિય

Sep 23, 2025 - 21:00
Amreliમાં બેફામ રેતીચોરી, શેત્રુંજી નદીના ઈકો સેન્સિટિવ ઝોનમાં ખનીજ માફિયાઓ ધોળા દિવસે સક્રિય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલીમાં ગેરકાયદેસર રેતીચોરીનું દૂષણ માથું ઊંચકી રહ્યું છે. ગીરના જંગલમાંથી નીકળીને પાલિતાણા સુધી ફેલાયેલી અને ઈકો-સેન્સિટિવ ઝોનમાં આવતી શેત્રુંજી નદીમાં ભૂ-માફિયાઓ બેફામ રીતે રેતીનું ખનન કરી રહ્યા છે. આ ઝોનમાં રેતી માટે લીઝની પરવાનગી ન હોવા છતાં ડમ્પરો અને લોડર જેવાં ભારે વાહનો સાથે ધોળા દિવસે રેતીચોરી થઈ રહી છે. સવારથી જ ખનીજ માફિયાઓ આ વિસ્તારમાં સક્રિય થઈ જાય છે અને પ્રતિબંધિત હોવા છતાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપે છે.

ઇકો સેન્ટેટિવ ઝોનમાંથી માટી ચોરી

આ રેતીચોરીને કારણે પર્યાવરણને ગંભીર નુકસાન થઈ રહ્યું છે. સાથે જ નદીના તટપ્રદેશનું ધોવાણ પણ વધી રહ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે અધિકારીઓ અને પદાધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. સાવરકુંડલા-અમરેલી રોડ પરના શેત્રુંજી નદીના પુલ પરથી અનેક અધિકારીઓ અને નેતાઓ પસાર થાય છે. છતાં તેમની સામે જ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે.

અધિકારીઓ આંખ આડા કાન કરતા હોવાનો આક્ષેપ

આ બાબતે અધિકારીઓનું મૌન અને ઉદાસીન વલણ ઘણા સવાલો ઊભા કરે છે. આ પરિસ્થિતિ જોતાં એવું લાગી રહ્યું છે કે રેતી માફિયાઓ કોઈના રાજકીય કે વહીવટી પીઠબળ સાથે આ કૃત્ય કરી રહ્યા છે. જો તાત્કાલિક પગલાં ભરવામાં નહીં આવે તો આ વિસ્તારનું પર્યાવરણ અને નદીનું અસ્તિત્વ જોખમમાં મૂકાઈ શકે છે. સરકારે આ મામલે કડક કાર્યવાહી કરીને ગેરકાયદેસર રેતીચોરીને અટકાવવી જોઈએ અને પર્યાવરણની રક્ષા કરવી જોઈએ.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0