Amreliના બાબરામાં રખડતા પશુઓએ મચાવ્યો આતંક, ગાયે બાઈક સવાર યુવકને લીધો અડફેટે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં રખડતા પશુઓનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. બાબરાના સમઢિયાળા ગામ નજીક રસ્તા પર એક રખડતા પશુએ બાઈક સવાર યુવકને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી. યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમઢિયાળા ગામનો એક યુવક પોતાના ગામથી નીલવડા ગામ તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક એક ગાયે તેને શીંગડું ભરાવતા તે બાઈક પરથી નીચે પટકાયો હતો.
સમઢીયાળામાં બાઇક સવાર યુવકને ગાયે શીંગડું માર્યું
આ ઘટનામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક તેને બાબરા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે વધુ સારવારની જરૂર જણાતા તેને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર રખડતા પશુઓની સમસ્યા પર પ્રકાશ પાડ્યો છે. આ પહેલા પણ રાજ્યના અનેક શહેરો અને ગામડાઓમાં રખડતા પશુઓના કારણે ગંભીર અકસ્માતો થયા છે.
રસ્તાઓ પર રખડતા પશુઓએ રાહદારીઓ માટે મોટું જોખમ
તેમજ ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. આ મામલે તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ ન લાવવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રસ્તાઓ પર રખડતા પશુઓ વાહનચાલકો અને રાહદારીઓ માટે સતત જોખમ ઊભું કરે છે. આ સમસ્યાને દૂર કરવા માટે સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક અને કડક પગલાં ભરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
What's Your Reaction?






