Amreli લેટરકાંડમાં પાયલનો મેડિકલ ચેક-અપનો ઇનકાર, શું છે કારણ
અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીનું આજે સિવિલમાં મેડિકલ ચેક-અપ થશે. પાયલનું મેડિકલ ચેક-અપ કરાવવા ગઈકાલે પોલીસની ટીમ તેના ઘરે પહોંચી હતી. ત્યારબાદ SITની ટીમ અને પાયલ ઘરેથી નીકળ્યા પરંતુ અડધે રસ્તે પહોંચ્યા બાદ ચેક-અપ કરાવવા આવવા માટે ઈન્કાર કર્યો. પાયલને લઈને પોલીસની ટીમ સિવિલ જતી હતી ત્યારે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ SITની ટીમને અટકાવી હતી. ધાનાણીની દખલ કરતાં SITની મહિલા ડોક્ટરની ટીમ પાયલના ઘરે તેને લેવા ગઈ છતાં પણ તે ચેક-અપ માટે તૈયાર ના થઈ. વધુ સહયોગ કરવા પોલીસે રાત્રે પરિવારજનોની હાજરીમાં ચેક-અપ કરવાનું કહ્યા બાદ તેમાં પણ ઈન્કાર કર્યો. લેટર કાંડ મામલે ઉહાપોહગુજરામાં છેલ્લા કેટલાક દિવસોમાં અમરેલી જિલ્લાનો લેટર કાંડ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. લેટરકાંડ મામલામાં પાયલ ગોટીની ધરપકડ કરાઈ હતી. લેટરકાંડમાં પાયલની ધરપકડ બાદ પોલીસ દ્વારા કાઢવામાં આવેલ સરઘસને લઈનો રાજ્યભરમાં હોબાળો મચ્યો છે. પોલીસે યુવતીનું સરઘસ કાઢતાં પાટીદારોમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો. અને સરઘસ કાઢનાર પોલીસ સામે કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી. જો કે આ મામલે ખાસ્સો ઉહાપોહ થતાં પાયલ ગોટીને જેલમુક્ત કરાઈ હતી. બહાર આવ્યા બાદ પાયલ ગોટી અને કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પોલીસ પર આક્ષેપ મૂક્યા. પાયલે આરોપ લગાવતા કહ્યું કે જેલમાં પોલીસ દ્વારા તેની સાથે ગેર વર્તન કરવામાં આવ્યું છે અને બેરહમીથી માર મરાયો છે. પાયલનો થશે મેડિકલ ચેક-અપપોલીસે પરના આરોપની સત્યતાની ચકાસણી કરવા પાયલ ગોટીનો મેડિકલ ચેક-અપ કરવામાં આવશે. અને આ માટે SITની ટીમ પાયલને લઈને જતી હતી ત્યારે રસ્તામાં જ મેડિકલ તપાસ માટે આવવાનો ઇનકાર કર્યો. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર એક અધિકારીએ માહિતી આપી કે તેઓ જ્યારે ગામની બહાર નીકળ્યા કે તરત જ પાયલે સાથે આવવા ઇનકાર કર્યો. દરમ્યાન કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પણ આવ્યા અને તેમણે પણ કહ્યું કે અત્યારે પાયલ તમારી સાથે મેડિકલ તપાસ માટે નહીં. કોંગ્રેસ નેતાએ દરમ્યાનગીરી કરતાં પોલીસ પણ વધુ સંઘર્ષ ના થાય માટે પાયલને પાછા તેમના ઘરે મૂકી આવી. તપાસનો ઇનકારપાયલે ઘર બહાર મેડિકલ તપાસ માટે ના પાડતા પોલીસની મહિલા ટીમ તપાસ માટે તેમના ઘરે પંહોચી તો પણ તેમણે સહયોગ આપવાનો ઇનકાર કર્યો. પાયલ ગોટીએ મેડિકલ તપાસની ઇનકાર કરતા ભાજપે લેટરકાંડમાં રાજનીતિ રમાઈ હોવાનો આક્ષેપ કર્યો. પક્ષનું કહેવું છે કે પાયલને હથિયાર બનાવી કોંગ્રેસ રાજનીતિ રમી રહી છે. આખરે કેમ પાયલ ગોટી મેડિકલ ચેક-અપ માટે ઈનકાર કરી રહ્યા છે ? શું ખરેખર પાયલ ગોટીએ પોલીસ પર માર માર્યાના આરોપ સાચા છે કે પછી ? પાયલના મેડિકલ ચેક-અપના સતત ઇનકારને પગલે મામલો વધુ શંકાસ્પદ બન્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીનું આજે સિવિલમાં મેડિકલ ચેક-અપ થશે. પાયલનું મેડિકલ ચેક-અપ કરાવવા ગઈકાલે પોલીસની ટીમ તેના ઘરે પહોંચી હતી. ત્યારબાદ SITની ટીમ અને પાયલ ઘરેથી નીકળ્યા પરંતુ અડધે રસ્તે પહોંચ્યા બાદ ચેક-અપ કરાવવા આવવા માટે ઈન્કાર કર્યો. પાયલને લઈને પોલીસની ટીમ સિવિલ જતી હતી ત્યારે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ SITની ટીમને અટકાવી હતી. ધાનાણીની દખલ કરતાં SITની મહિલા ડોક્ટરની ટીમ પાયલના ઘરે તેને લેવા ગઈ છતાં પણ તે ચેક-અપ માટે તૈયાર ના થઈ. વધુ સહયોગ કરવા પોલીસે રાત્રે પરિવારજનોની હાજરીમાં ચેક-અપ કરવાનું કહ્યા બાદ તેમાં પણ ઈન્કાર કર્યો.
લેટર કાંડ મામલે ઉહાપોહ
ગુજરામાં છેલ્લા કેટલાક દિવસોમાં અમરેલી જિલ્લાનો લેટર કાંડ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. લેટરકાંડ મામલામાં પાયલ ગોટીની ધરપકડ કરાઈ હતી. લેટરકાંડમાં પાયલની ધરપકડ બાદ પોલીસ દ્વારા કાઢવામાં આવેલ સરઘસને લઈનો રાજ્યભરમાં હોબાળો મચ્યો છે. પોલીસે યુવતીનું સરઘસ કાઢતાં પાટીદારોમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો. અને સરઘસ કાઢનાર પોલીસ સામે કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી. જો કે આ મામલે ખાસ્સો ઉહાપોહ થતાં પાયલ ગોટીને જેલમુક્ત કરાઈ હતી. બહાર આવ્યા બાદ પાયલ ગોટી અને કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પોલીસ પર આક્ષેપ મૂક્યા. પાયલે આરોપ લગાવતા કહ્યું કે જેલમાં પોલીસ દ્વારા તેની સાથે ગેર વર્તન કરવામાં આવ્યું છે અને બેરહમીથી માર મરાયો છે.
પાયલનો થશે મેડિકલ ચેક-અપ
પોલીસે પરના આરોપની સત્યતાની ચકાસણી કરવા પાયલ ગોટીનો મેડિકલ ચેક-અપ કરવામાં આવશે. અને આ માટે SITની ટીમ પાયલને લઈને જતી હતી ત્યારે રસ્તામાં જ મેડિકલ તપાસ માટે આવવાનો ઇનકાર કર્યો. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર એક અધિકારીએ માહિતી આપી કે તેઓ જ્યારે ગામની બહાર નીકળ્યા કે તરત જ પાયલે સાથે આવવા ઇનકાર કર્યો. દરમ્યાન કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પણ આવ્યા અને તેમણે પણ કહ્યું કે અત્યારે પાયલ તમારી સાથે મેડિકલ તપાસ માટે નહીં. કોંગ્રેસ નેતાએ દરમ્યાનગીરી કરતાં પોલીસ પણ વધુ સંઘર્ષ ના થાય માટે પાયલને પાછા તેમના ઘરે મૂકી આવી.
તપાસનો ઇનકાર
પાયલે ઘર બહાર મેડિકલ તપાસ માટે ના પાડતા પોલીસની મહિલા ટીમ તપાસ માટે તેમના ઘરે પંહોચી તો પણ તેમણે સહયોગ આપવાનો ઇનકાર કર્યો. પાયલ ગોટીએ મેડિકલ તપાસની ઇનકાર કરતા ભાજપે લેટરકાંડમાં રાજનીતિ રમાઈ હોવાનો આક્ષેપ કર્યો. પક્ષનું કહેવું છે કે પાયલને હથિયાર બનાવી કોંગ્રેસ રાજનીતિ રમી રહી છે. આખરે કેમ પાયલ ગોટી મેડિકલ ચેક-અપ માટે ઈનકાર કરી રહ્યા છે ? શું ખરેખર પાયલ ગોટીએ પોલીસ પર માર માર્યાના આરોપ સાચા છે કે પછી ? પાયલના મેડિકલ ચેક-અપના સતત ઇનકારને પગલે મામલો વધુ શંકાસ્પદ બન્યો છે.