Amreli: રાજુલાના બારપટોળી સીમમાં વનકર્મચારી પર સિંહના હુમલા બાદ ડ્રોનથી મેગા સર્ચ ઓપરેશન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બારપટોળી સીમ વિસ્તારમાં વનકર્મચારી પર સિંહ દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવ્યા બાદ વનવિભાગ સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ગયું છે. ઘટનાના બીજા દિવસે પણ વનવિભાગ દ્વારા સિંહને રેસ્ક્યૂ કરવા અને વિસ્તારને સુરક્ષિત કરવા માટે વ્યાપક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
વનકર્મચારી પર સિંહના હુમલા બાદ હાહાકાર
સિંહ પ્રથમ દિવસે ન પકડાતા વનવિભાગે કામગીરી વધુ ઝડપી બનાવી છે. સિંહના ચોક્કસ લોકેશનની જાણકારી મેળવવા અને તેને સલામત રીતે પકડવા માટે સાસણ ગીરથી સ્પેશિયલ રેસ્ક્યૂ ટીમને તાત્કાલિક ધોરણે બોલાવવામાં આવી છે. આ સાથે સીમ વિસ્તારના ઘનઘોર અને મુશ્કેલ વિસ્તારોમાં સિંહનું લોકેશન ટ્રેસ કરવા માટે હાઇટેક ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી રહી છે.
હાઇટેક ડ્રોન કેમેરાની મદદથી સીમ વિસ્તારમાં સર્વેલન્સ
વનવિભાગ દ્વારા અલગ-અલગ 10 ટીમો બનાવીને સમગ્ર બારપટોળી સીમ વિસ્તારમાં સઘન શોધોખોળ હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વનવિભાગની ટીમો દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે અને વહેલી તકે સિંહને રેસ્ક્યૂ કરી પાંજરે પૂરવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: Global Defence News: 30 થી વધુ દેશોને હથિયારો સપ્લાય કર્યા; સેનાની જરૂરિયાતો સાથે વિદેશી ઓર્ડર પણ પૂરા કર્યા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

