Amreli: ચલાલા નગરપાલિકાની જનતા અનેક પ્રશ્નોને લઈ પરેશાન, ઈચ્છી રહી છે પરિવર્તન
અમરેલી જિલ્લાના ચલાલામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સંદેશ ન્યુઝની ટીમે કરેલા ગ્રાઉન્ડ રિપોર્ટમાં નગરપાલિકાની કામગીરી સામે મતદારોમાં ભારે રોષ જોવા મળ્યો છે. 35000થી વધુ વસ્તી ધરાવતા આ શહેરમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પર શાકમાર્કેટમાં કચરાના ઢગલા અને ગટરના ઉભરાતા પાણીની સમસ્યા વકરી છે.નગરપાલિકા પાસે વીજબીલ ભરવા માટે પૈસા નથી તો અમારૂ શું ભલુ કરશે? સ્થાનિકો જણાવી રહ્યા છે કે પાલિકામાં વાહનો ધુળ ખાઈ રહ્યા છે. કંઈ કામ માટે કહીએ તો કહે છે ડીઝલ નથી, નગરપાલિકા પાસે વીજબીલ ભરવા માટે પણ પૈસા નથી તો અમારૂ શું ભલુ કરશે? 6 વોર્ડ ધરાવતા ચલાલામાં અગાઉ 10 વર્ષ સુધી ભાજપનું શાસન હતું, જ્યારે વર્તમાન ધારાસભ્ય જે.વી. કાકડીયા અને તેમના પત્ની કોકિલાબેન બંને અગાઉ નગરપાલિકા પ્રમુખ રહી ચૂક્યા છે. જો કે ધારસભ્યનું હોમટાઉન છે, આવનારી ચૂંટણીમાં મતદારોનો બદલાયેલો મિજાજ પરિણામ પર અસર કરી શકે છે તો આવો જાણીએ આજના ગ્રાઉન્ડ રિપોર્ટમાં મતદારોનો મત. પીવાની પાણીની પણ છે ગંભીર સમસ્યા અમરેલીની ચલાલા નગરપાલિકા 10 વર્ષ ભાજપના શાસનમાં વિકાસથી વંચિત રહી છે. નગર પાલિકા હોવા છતાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. ચલાલા નગર પાલિકાના ઉમેદવારો દ્વારા સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે કે અહીં હાઈસ્કુલ છે પણ જર્જરિત માટે ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને બહાર ગામ અભ્યાસ માટે જવું પડે છે. પાણીની સમસ્યા ઘણા સમયથી ધારી ખોડિયાર ડેમમાંથી સીધું ડોહોળું પાણી આવે છે, ફિલ્ટર પણ બંધ હાલતમાં છે. ત્યારે શરબત જેવું પાણી પીવું પડે છે. નગર પાલિકાના સતાધીશોને અનેકવાર રજૂઆત કરવા છતાં ક્યારેય ધ્યાન આપવા આવતું નથી. શાકભાજી લેવા જવું મુશ્કેલ બને છે, સ્ટ્રીટ લાઈટો, ગંદકી જેવા અનેક પ્રશ્નોની સમસ્યા હલ થતી નથી માટે મતદારો હવે પરિવર્તન માગે છે.
![Amreli: ચલાલા નગરપાલિકાની જનતા અનેક પ્રશ્નોને લઈ પરેશાન, ઈચ્છી રહી છે પરિવર્તન](https://epapercdn.sandesh.com/images/2025/02/13/t1PVF2FMdTgXrCDzlJTrpOx3EVZvZQOJtlo6QjkM.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલી જિલ્લાના ચલાલામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સંદેશ ન્યુઝની ટીમે કરેલા ગ્રાઉન્ડ રિપોર્ટમાં નગરપાલિકાની કામગીરી સામે મતદારોમાં ભારે રોષ જોવા મળ્યો છે. 35000થી વધુ વસ્તી ધરાવતા આ શહેરમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પર શાકમાર્કેટમાં કચરાના ઢગલા અને ગટરના ઉભરાતા પાણીની સમસ્યા વકરી છે.
નગરપાલિકા પાસે વીજબીલ ભરવા માટે પૈસા નથી તો અમારૂ શું ભલુ કરશે?
સ્થાનિકો જણાવી રહ્યા છે કે પાલિકામાં વાહનો ધુળ ખાઈ રહ્યા છે. કંઈ કામ માટે કહીએ તો કહે છે ડીઝલ નથી, નગરપાલિકા પાસે વીજબીલ ભરવા માટે પણ પૈસા નથી તો અમારૂ શું ભલુ કરશે? 6 વોર્ડ ધરાવતા ચલાલામાં અગાઉ 10 વર્ષ સુધી ભાજપનું શાસન હતું, જ્યારે વર્તમાન ધારાસભ્ય જે.વી. કાકડીયા અને તેમના પત્ની કોકિલાબેન બંને અગાઉ નગરપાલિકા પ્રમુખ રહી ચૂક્યા છે. જો કે ધારસભ્યનું હોમટાઉન છે, આવનારી ચૂંટણીમાં મતદારોનો બદલાયેલો મિજાજ પરિણામ પર અસર કરી શકે છે તો આવો જાણીએ આજના ગ્રાઉન્ડ રિપોર્ટમાં મતદારોનો મત.
પીવાની પાણીની પણ છે ગંભીર સમસ્યા
અમરેલીની ચલાલા નગરપાલિકા 10 વર્ષ ભાજપના શાસનમાં વિકાસથી વંચિત રહી છે. નગર પાલિકા હોવા છતાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. ચલાલા નગર પાલિકાના ઉમેદવારો દ્વારા સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે કે અહીં હાઈસ્કુલ છે પણ જર્જરિત માટે ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને બહાર ગામ અભ્યાસ માટે જવું પડે છે. પાણીની સમસ્યા ઘણા સમયથી ધારી ખોડિયાર ડેમમાંથી સીધું ડોહોળું પાણી આવે છે, ફિલ્ટર પણ બંધ હાલતમાં છે. ત્યારે શરબત જેવું પાણી પીવું પડે છે. નગર પાલિકાના સતાધીશોને અનેકવાર રજૂઆત કરવા છતાં ક્યારેય ધ્યાન આપવા આવતું નથી. શાકભાજી લેવા જવું મુશ્કેલ બને છે, સ્ટ્રીટ લાઈટો, ગંદકી જેવા અનેક પ્રશ્નોની સમસ્યા હલ થતી નથી માટે મતદારો હવે પરિવર્તન માગે છે.