Amreli બંધનું કોંગ્રેસનું એલાન, પાયલ ગોટીને ન્યાય અપાવવા સ્વૈચ્છીક બંધની અપીલ
અમેરલી બંધનું કોંગ્રેસ પક્ષ દ્વારા એલાન અપાયું. રાજ્યમાં નકલી લેટરકાંડ મામલો વધુ ઉગ્ર બની રહ્યો છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવવાની લડતમાં જોડાયા છે. ચર્ચાનો ચોરો કાર્યક્રમ બાદ એક દિવસના ઉપવાસ પછી આજે અમરેલી બંધનું એલાન આપ્યું છે. પાયલ ગોટીને ન્યાય અપાવવા અમરેલીમાં આજે લોકોને સ્વૈચ્છીક બંધ પાળવા માટે કોંગ્રેસે દ્વારા અપીલ કરવામાં આવી. આજે બપોરે 12 વાગ્યા સુધી અમરેલીના બજારો બંધ રહેશે.લેટરકાંડ મુદ્દો બન્યો રાજકીયનકલી લેટરકાંડ મુદ્દો હવે રાજકીય રંગ લઈ રહ્યો છે. પાયલ ગોટીનું સરઘસ કાઢનારા અધિકારીઓ સામે તંત્ર દ્વારા નરમ વલણ રખાતા કોંગ્રેસે મોરચો માંડ્યો છે. અટકાયત દરમ્યાન પાયલને પટ્ટાથી માર માર્યાનો અધિકારીઓ પર આક્ષેપ થયા હતા. અમરેલીમાં આવી ઘટના પ્રથમ વખત બનતાં રાજનેતાઓ સહિત લોકો પણમાં અધિકારીઓ પ્રત્યે નારાજગી છે. પરેશ ધાનાણીએ કહ્યું કે દિકરીઓ સાથે થતું આવું વતર્ન સાખી નહીં લેવાય.પાયલને પટ્ટા મારનાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરતાં કોંગ્રેસ નારી સ્વાભિમાન આંદોલન છેડ્યું. નારી સ્વાભિમાન આંદોલન પાયલ ગોટીને ન્યાય અપાવવા કોંગ્રેસનું નારી સ્વાભિમાન આંદોલન હવે ઉગ્ર બન્યું છે. પરેશ ધાનાણી પોતાના કાર્યકર્તા સાથે રાજકમલ ખાતે છેલ્લા ત્રણ દિવસથી નારી સ્વાભિમાન આંદોલનની લડત લડી રહ્યા છે. પાટીદાર દીકરી પાયલ ગોટીનું સરઘસ કાઢી જાહેરમાં અપમાન કરવા મુદ્દે ધાનાણીએ આકરા તેવર બતાવ્યા. પાયલ ઉપરાંત અન્ય કોઈ દિકરીઓ સાથે અન્યાય ના થાય માટે ધાનાણી સહિત વીરજી ઠુમ્મર અને પ્રતાપ દુધાત સહિતના નેતાઓ એક દિવસના ઉપવાસ પર ઉતર્યા હતા. અમરેલી બંધનું એલાનતંત્રને જવાબદારો સામે પગલાં લેવા અલ્ટીમેટમ આપ્યા બાદ પણ કોઈ કાર્યવાહી ના થતાં નારી સ્વાભિમાન આંદોલને આજે વેગ પકડયો.પરેશ ધાનાણીએ ભાજપ ધારાસભ્ય કૌશિક વેકરિયાને રાજકમલ ખાતે આવી આ મામલે ચર્ચા કરવા કહ્યું હતું. જો કે 24 કલાક બાદ પણ કૌશિક વેકરિયા રાજકમલ ચોક ખાતે ના પંહોચતા આખરે કોંગ્રેસ પક્ષ દ્વારા આજે અડધા દિવસ પૂરતું અમરેલી બંધનું એલાન અપાયું.જો રાજ્ય સરકાર આ સંદર્ભે હજુ પણ કોઈ કામગીરી નહીં કરે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તીવ્ર બનશે તેવી ચીમકી પણ ધાનાણીએ ઉચ્ચારી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમેરલી બંધનું કોંગ્રેસ પક્ષ દ્વારા એલાન અપાયું. રાજ્યમાં નકલી લેટરકાંડ મામલો વધુ ઉગ્ર બની રહ્યો છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવવાની લડતમાં જોડાયા છે. ચર્ચાનો ચોરો કાર્યક્રમ બાદ એક દિવસના ઉપવાસ પછી આજે અમરેલી બંધનું એલાન આપ્યું છે. પાયલ ગોટીને ન્યાય અપાવવા અમરેલીમાં આજે લોકોને સ્વૈચ્છીક બંધ પાળવા માટે કોંગ્રેસે દ્વારા અપીલ કરવામાં આવી. આજે બપોરે 12 વાગ્યા સુધી અમરેલીના બજારો બંધ રહેશે.
લેટરકાંડ મુદ્દો બન્યો રાજકીય
નકલી લેટરકાંડ મુદ્દો હવે રાજકીય રંગ લઈ રહ્યો છે. પાયલ ગોટીનું સરઘસ કાઢનારા અધિકારીઓ સામે તંત્ર દ્વારા નરમ વલણ રખાતા કોંગ્રેસે મોરચો માંડ્યો છે. અટકાયત દરમ્યાન પાયલને પટ્ટાથી માર માર્યાનો અધિકારીઓ પર આક્ષેપ થયા હતા. અમરેલીમાં આવી ઘટના પ્રથમ વખત બનતાં રાજનેતાઓ સહિત લોકો પણમાં અધિકારીઓ પ્રત્યે નારાજગી છે. પરેશ ધાનાણીએ કહ્યું કે દિકરીઓ સાથે થતું આવું વતર્ન સાખી નહીં લેવાય.પાયલને પટ્ટા મારનાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરતાં કોંગ્રેસ નારી સ્વાભિમાન આંદોલન છેડ્યું.
નારી સ્વાભિમાન આંદોલન
પાયલ ગોટીને ન્યાય અપાવવા કોંગ્રેસનું નારી સ્વાભિમાન આંદોલન હવે ઉગ્ર બન્યું છે. પરેશ ધાનાણી પોતાના કાર્યકર્તા સાથે રાજકમલ ખાતે છેલ્લા ત્રણ દિવસથી નારી સ્વાભિમાન આંદોલનની લડત લડી રહ્યા છે. પાટીદાર દીકરી પાયલ ગોટીનું સરઘસ કાઢી જાહેરમાં અપમાન કરવા મુદ્દે ધાનાણીએ આકરા તેવર બતાવ્યા. પાયલ ઉપરાંત અન્ય કોઈ દિકરીઓ સાથે અન્યાય ના થાય માટે ધાનાણી સહિત વીરજી ઠુમ્મર અને પ્રતાપ દુધાત સહિતના નેતાઓ એક દિવસના ઉપવાસ પર ઉતર્યા હતા.
અમરેલી બંધનું એલાન
તંત્રને જવાબદારો સામે પગલાં લેવા અલ્ટીમેટમ આપ્યા બાદ પણ કોઈ કાર્યવાહી ના થતાં નારી સ્વાભિમાન આંદોલને આજે વેગ પકડયો.પરેશ ધાનાણીએ ભાજપ ધારાસભ્ય કૌશિક વેકરિયાને રાજકમલ ખાતે આવી આ મામલે ચર્ચા કરવા કહ્યું હતું. જો કે 24 કલાક બાદ પણ કૌશિક વેકરિયા રાજકમલ ચોક ખાતે ના પંહોચતા આખરે કોંગ્રેસ પક્ષ દ્વારા આજે અડધા દિવસ પૂરતું અમરેલી બંધનું એલાન અપાયું.જો રાજ્ય સરકાર આ સંદર્ભે હજુ પણ કોઈ કામગીરી નહીં કરે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તીવ્ર બનશે તેવી ચીમકી પણ ધાનાણીએ ઉચ્ચારી.