Amreliના ખાંભામાં સિંહે કર્યો પશુનો શિકાર, સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલીમાં જંગલના વનરાજાએ ફરી એક વખત ગામમાં શિકારની શોધનમાં નીકળ્યા. વનરાજાએ પોતાની ભૂખ દૂર કરવા પશુનો શિકાર કર્યો. ખાંભામાં સિંહે પશુનો શિકાર કરવાની ઘટના સામે આવી છે. જણાવી દઈએ કે અમરેલી જિલ્લામાં સિંહની વસ્તી વધુ હોવાથી ત્યાં આ વિસ્તારમાં અવાર નવાર વનરાજા જોવા મળ્યાના તેમજ શિકાર કરતા સમાચારો સામે આવતા હોય છે. તાજેતેરમાં સિંહના મારણની ફરી એક ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
સિંહના શિકારની ઘટના સીસીટીવીમાં કેદ
ખાંભાના બારમણ ગામમાં ગત મોડી રાત્રે સિંહે 2 પશુનો શિકાર કર્યો. સિંહના શિકાર કરવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં દેખાય છે કે બારમણ ગામમાં રાત્રિના સમય પર જ્યારે ગામવાસીઓ ઘરોમાં સૂઈ ગયા હતા. અને બહાર રોડ પર બે પશુ શાંતિથી બેઠા હતા. ત્યારે અચાનક સિંહ મોટા પશુ પર તરાપ મારે છે. મોટા પશુ સિંહના શિકારથી બચવા પ્રયાસ કરે છે પરંતુ સિંહની મજબૂત પકડથી તે ભાગી શકતુ નથી. સિંહએ શિકાર કરવા માટે "દોટ" મૂકી પશુને ગળુ દબોચી પકડી પાડ્યું હતું. મોટા પશુનું મારણ કર્યા બાદ સિંહ નાના પશુનો શિકાર કરવા દોડે છે. એક પશુના શિકાર બાદ અન્ય એક પશુ દૂર જતા તેમની પાછળ દોટ મૂકી શિકાર કર્યો....
વરસાદના કારણે સિંહ શિકાર કરવામાં થયો સફળ
સિંહએ પોતાની ભૂખ મટાડવા બારમણ ગામના 2 પશુને દબોચી તેમનું મારણ કર્યું. વરસાદી માહોલના કારણે થતા વીજળીના કડાકા અને ભડાકાના અવાજથી ગ્રામજનો ઘરની બહાર નીકળતા નથી. અને પશુઓ એક જગ્યાએ રાતભર બેસી રહેતા હોય છે અને આ સ્થિતિના કારણે પશુઓનો શિકાર કરવામાં સિંહ સફળ થયો. અગાઉ પણ અમરેલી જિલ્લાના ખાંભામાં સિંહે પશુનો શિકાર કર્યો હતો. ત્રાકુડા ગામમા પશુઓ સામે સિંહોના ટોળા આવી જતા પશુઓમાં ભાગદોડ મચી હતી. શિકારની શોધમાં નીકળેલા સાવજે ગૌવંશ પર હુમલો કરતા ગૌવંશની હાલત ગંભીર જોવા મળી હતી.
What's Your Reaction?






