Amodમાં પોલીસે જુગારીઓની બાજી બગાડી, ટ્રેક્ટર લઈ ખેડૂત બની જુગારધામ પર દરોડા પાડ્યા

Jul 26, 2025 - 12:30
Amodમાં પોલીસે જુગારીઓની બાજી બગાડી, ટ્રેક્ટર લઈ ખેડૂત બની જુગારધામ પર દરોડા પાડ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જુગારીઓને પકડવા આમોદ પોલીસે અનોખો કીમિયો અજમાવ્યો હતો. ખેડૂત બની જુગારધામ પર રેડ કરી આમોદ પોલીસે 2,49,040 ના મુદ્દામાલ સાથે 12 જુગારીઓને દબોચી લીધા છે. આમોદ તાલુકાના આછોદ ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમી આમોદ પોલીસ ઈન્સ્પેકટર રાજુ કરમટીયાને મળતા આમોદ પોલીસે ખેડૂત બની ટ્રેક્ટર સાથે ખેતરમાં પહોંચી હતી. આછોદ ગામની સીમમા ઘોર તળાવડી વાળા વિસ્તારમાં માઇનોર કેનાલ પાસે આવેલ ઇબ્રાહીમ શબ્બીર ચાસ રહે.આછોદ તા.આમોદના માલીકીના આંબા વાળા ખેતરમાં રેડ કરી હતી.

ખેડૂત બની પોલીસે જુગારધામ પર રેડ કરી 

પોલીસે પત્તા વડે પૈસાથી પોતાના અંગત ફાયદા માટે હારજીતનો જુગાર રમતા 12 જુગારીઓને પકડી પાડી તેમની પાસેથી જુગારના અંગઝડતીના રોકડા 40,800 અને દાવ ઉપરના રોકડા 17,240 મોબાઇલ નંગ 11 કિ.રૂ.91,000 મોટર બાઇક નંગ 2 કિંમત રૂ.1,00,000મળી કુલ રૂ.2,49,040 ના મુદ્દામાલ સાથે જુગાર ધારા કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પોલીસે જુગારીઓને પકડવા માટે ખેતરમાં જુગારીયાઓ પાછળ દોડતા પોલીસના કપડા સહિત બુટ પણ કાદવ કીચડવાળા થઈ ગયા હતા.આમોદ પોલીસે કુલ 12 આરોપીને ઝડપી લીધા છે..

ઝડપાયેલા આરોપીઓના નામ

(1) ઇકબાલ અહેમદ અલી જેકા (બીરબલ) રહે. આછોદ,તા.આમોદ જી.ભરૂચ

(2) યાશીન ઇબ્રાહીમ આદમ શીકારી પટેલ રહે.હિંગલોટ તા.જી.ભરૂચ

(3) જાવીદ અબ્દુલ્લા યાકુબ ભીખા રહે-આછોદ તા.આમોદ જી.ભરૂચ

(4) દિલાવર ઇબ્રાહીમ મુસા કાળા રહે.આછોદ તા.આમોદ જી.ભરૂચ

(5) મુબારક અબ્દુલ્લા યુસુફ રખડા રહે.આછોદ.તા.આમોદ જી.ભરૂચ

(6) સકિલ અહેઅમદ ઉમરજી દાજી વો.પટેલ રહે-આછોદ.તા.આમોદ

(7) હિફજુલ રહેમાન યાકુબ કાબીલ રહે-આછોદ.તા.આમોદ

(8) યાકુબ ઉર્ફે બાજી અહમદ મહમદ કાપડીયા રહે.આછોદ.તા.આમોદ

(9) આરીફ હશનભાઇ વલી ઘરડા રહે.દેવલા તા.જંબુસર જી.ભરૂચ

(10) દિલાવર મુસાભાઇ વલ્લી વાડીવાલા રહે-હિગલોટ.તા.જી.ભરૂચ

(11) ફિરોજભાઇ અહમદ આદમ લખોટી રહે-આછોદ.તા.આમોદ જી.ભરૂચ

(12) સરફરાજ ઇબ્રાહીમ આદમ પટેલ રહે.હિગલોટ.તા.જી.ભરૂચ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0