Amit Shah News: ભાષણને ખોટી રીતે રજૂ કરનારની સાઇબર ક્રાઇમે ધરપકડ કરી

અમદાવાદ સાઇબર ક્રાઇમે પોસ્ટ વાયરલ કરનારને ઝડપ્યો આર.બી.બારીયા નામની પ્રોફાઈલ પર પોસ્ટ વાયરલ કરાઈ હતી ચૂંટણીમાં પરિણામોને અસર પહોંચે તે પ્રકારની પોસ્ટ વાયરલ થઇ હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભાષણને ખોટી રીતે રજૂ કરનારની ધરપકડ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સાઇબર ક્રાઇમે પોસ્ટ વાયરલ કરનારને ઝડપ્યો છે. તેમાં આર.બી.બારીયા નામની પ્રોફાઈલ પર પોસ્ટ વાયરલ કરાઈ હતી. જેમાં ચૂંટણીમાં પરિણામોને અસર પહોંચે તે પ્રકારની પોસ્ટ વાયરલ થઇ હતી.આરોપી આર.બી.બારીયા આપનો કાર્યકર્તા હોવાનું ખૂલ્યું સતિષ વણસોલા અને આર.બી.બારીયાની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સતીષ વણસોલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો પીએ છે. તથા વડગામ કાર્યાલયની કામગીરી સતીશ સંભાળે છે. તેમજ આરોપી આર.બી.બારીયા આપનો કાર્યકર્તા હોવાનું ખૂલ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ફરી રહેલા નકલી વીડિયો મામલે કાર્યવાહી અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રીના ભાષણને ખોટી રીતે રજૂ કરનાર આરોપીની અટકાયત કરાઇ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ ખોટી રીતે કરવામાં આવે તો તે ખતરનાક સાબિત થઇ શકે છે, તેવું થોડા જ મહિના પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણ દરમિયાન કહ્યું હતું અને ચૂંટણી આવી છે ત્યારે ખરેખર મોર્ફ વીડિયો બનાવી દુરુપયોગ થઇ રહ્યો હોવાનું કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ફરી રહેલા નકલી વીડિયો પરથી સાબિત થયું છે. આ મામલે રાષ્ટ્રીય કક્ષાએ ખળભળાટ મચ્યો છે. ભાજપના મુંબઈ એકમ દ્વારા પણ મુંબઇ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી તાજેતરમાં પણ આ પ્રકારના વીડિયો મામલે ભાજપના મુંબઈ એકમ દ્વારા પણ મુંબઇ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મુંબઈના ભાજપ સચિવ પ્રતિક કર્પે દ્વારા મહારાષ્ટ્ર કૉંગ્રેસ(યુથ)ના સોશિયલ મીડિયા હેન્ડલ વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો હતો. મહાવિકાસ આઘાડી સંબંધિત મહારાષ્ટ્ર કૉંગ્રેસ યુથના એક્સ એકાઉન્ટ, ફેસબુક એકાઉન્ટ, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો મૂકવામાં આવ્યો હતો. અમિત શાહના ફેરવવામાં આવી રહેલા નકલી વીડિયોમાં તે ઓબીસી, એસસી, એસટી અનામત નાબૂદ કરવા વિશે બોલતા હોવાનું જણાય છે. જોકે, આ વીડિયો નકલી હોવાનું જણાયું હતું. આ પૂર્વે આપેલા ભાષણમાં અમિત શાહે જણાવ્યું હતું કે તેમની સરકાર આવશે તો ગેરબંધારણીય રીતે મુસ્લિમ સમાજને આપવામાં આવેલું અનામત તે કાઢશે.

Amit Shah News: ભાષણને ખોટી રીતે રજૂ કરનારની સાઇબર ક્રાઇમે ધરપકડ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદ સાઇબર ક્રાઇમે પોસ્ટ વાયરલ કરનારને ઝડપ્યો
  • આર.બી.બારીયા નામની પ્રોફાઈલ પર પોસ્ટ વાયરલ કરાઈ હતી
  • ચૂંટણીમાં પરિણામોને અસર પહોંચે તે પ્રકારની પોસ્ટ વાયરલ થઇ હતી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભાષણને ખોટી રીતે રજૂ કરનારની ધરપકડ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સાઇબર ક્રાઇમે પોસ્ટ વાયરલ કરનારને ઝડપ્યો છે. તેમાં આર.બી.બારીયા નામની પ્રોફાઈલ પર પોસ્ટ વાયરલ કરાઈ હતી. જેમાં ચૂંટણીમાં પરિણામોને અસર પહોંચે તે પ્રકારની પોસ્ટ વાયરલ થઇ હતી.

આરોપી આર.બી.બારીયા આપનો કાર્યકર્તા હોવાનું ખૂલ્યું 

સતિષ વણસોલા અને આર.બી.બારીયાની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સતીષ વણસોલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો પીએ છે. તથા વડગામ કાર્યાલયની કામગીરી સતીશ સંભાળે છે. તેમજ આરોપી આર.બી.બારીયા આપનો કાર્યકર્તા હોવાનું ખૂલ્યું છે. 

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ફરી રહેલા નકલી વીડિયો મામલે કાર્યવાહી

અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રીના ભાષણને ખોટી રીતે રજૂ કરનાર આરોપીની અટકાયત કરાઇ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ ખોટી રીતે કરવામાં આવે તો તે ખતરનાક સાબિત થઇ શકે છે, તેવું થોડા જ મહિના પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણ દરમિયાન કહ્યું હતું અને ચૂંટણી આવી છે ત્યારે ખરેખર મોર્ફ વીડિયો બનાવી દુરુપયોગ થઇ રહ્યો હોવાનું કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ફરી રહેલા નકલી વીડિયો પરથી સાબિત થયું છે. આ મામલે રાષ્ટ્રીય કક્ષાએ ખળભળાટ મચ્યો છે.

ભાજપના મુંબઈ એકમ દ્વારા પણ મુંબઇ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી

તાજેતરમાં પણ આ પ્રકારના વીડિયો મામલે ભાજપના મુંબઈ એકમ દ્વારા પણ મુંબઇ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મુંબઈના ભાજપ સચિવ પ્રતિક કર્પે દ્વારા મહારાષ્ટ્ર કૉંગ્રેસ(યુથ)ના સોશિયલ મીડિયા હેન્ડલ વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો હતો. મહાવિકાસ આઘાડી સંબંધિત મહારાષ્ટ્ર કૉંગ્રેસ યુથના એક્સ એકાઉન્ટ, ફેસબુક એકાઉન્ટ, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો મૂકવામાં આવ્યો હતો. અમિત શાહના ફેરવવામાં આવી રહેલા નકલી વીડિયોમાં તે ઓબીસી, એસસી, એસટી અનામત નાબૂદ કરવા વિશે બોલતા હોવાનું જણાય છે. જોકે, આ વીડિયો નકલી હોવાનું જણાયું હતું. આ પૂર્વે આપેલા ભાષણમાં અમિત શાહે જણાવ્યું હતું કે તેમની સરકાર આવશે તો ગેરબંધારણીય રીતે મુસ્લિમ સમાજને આપવામાં આવેલું અનામત તે કાઢશે.