Ambalal Patelની વરસાદને લઈ આગાહી,રાજયમાં સારો વરસાદ આપે તેવી કોઇ સિસ્ટમ નહી

મજબૂત લો પ્રેશર બને અને વાદળોનો જમાવડો થાય તો ગુજરાતમાં સારો વરસાદ થાય ઉપલા લેવલના પવનો સાનુકૂળ નથી જેથી વરસાદ અટકયો છે જ્યાં સુધી વેપાર વાયુ બરાબર ન થાય ત્યાં સુધી સારા વરસાદ ની ગણતરી મૂકી શકાય નહીં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે,જેમાં તેમનું અનુમાન છે કે,વરસાદને લઈ હજી સિસ્ટમ સક્રિય થઈ નથી,સારા વરસાદ માટે હજી રાહ જોવી પડશે.ઉપલા લેવલના પવનો સાનુકૂળ થયા નથી જેને લઈ વરસાદ અટકયો છે. વાદળોની સ્થિતિ ખરાબ છે હાલ વાદળોની નબળી સ્થિતિના કારણે ખડખડ વૃષ્ટિ થઈ રહી છે.17 જુલાઈ આસપાસ એક લો પ્રેશર સિસ્ટમ બનશે જેમાં રાજયમાં 17 જુલાઈ થી 24 જુલાઈ ભારે વરસાદની સંભાવના છે.આહવા, ડાંગ, વલસાડના ભાગો સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમા અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે તેમ છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે બરોડા, આણંદ, પાદરા, જંબુસર, બોડેલી, કરજણ આ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે,અમદાવાદના ભાગોમાં ભારે વરસાદની શકયતા છે.અરવલ્લીના મોડાસાના ભાગોમાં સારો વરસાદ થવાની શકયતા છે.ઉત્તર ગુજરાતમાં ભાગોમાં પણ ભારે વરસાદની શકયતા છે સાથે સાથે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો સહિત કચ્છના ભાગોમાં વરસાદની આગાહી કરાઈ છે.વરસાદની ગતિવિધિ 17 જુલાઈથી શરૂ થશે. જાણો આજે કયા જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સુરત, ભરૂચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જાણો આજે કયા જિલ્લામાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદ,નર્મદા, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ભાવનગર,ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, બોટાદમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેને પગલે મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં ભુક્કા બોલાવી રહ્યા છે. નવસારી, વલસાડ સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગણદેવીમાં તો ચાર કલાકમાં ધોધમાર પોણા છ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી જ્યા જુઓ ત્યા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

Ambalal Patelની વરસાદને લઈ આગાહી,રાજયમાં સારો વરસાદ આપે તેવી કોઇ સિસ્ટમ નહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મજબૂત લો પ્રેશર બને અને વાદળોનો જમાવડો થાય તો ગુજરાતમાં સારો વરસાદ થાય
  • ઉપલા લેવલના પવનો સાનુકૂળ નથી જેથી વરસાદ અટકયો છે
  • જ્યાં સુધી વેપાર વાયુ બરાબર ન થાય ત્યાં સુધી સારા વરસાદ ની ગણતરી મૂકી શકાય નહીં

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે,જેમાં તેમનું અનુમાન છે કે,વરસાદને લઈ હજી સિસ્ટમ સક્રિય થઈ નથી,સારા વરસાદ માટે હજી રાહ જોવી પડશે.ઉપલા લેવલના પવનો સાનુકૂળ થયા નથી જેને લઈ વરસાદ અટકયો છે.

વાદળોની સ્થિતિ ખરાબ છે

હાલ વાદળોની નબળી સ્થિતિના કારણે ખડખડ વૃષ્ટિ થઈ રહી છે.17 જુલાઈ આસપાસ એક લો પ્રેશર સિસ્ટમ બનશે જેમાં રાજયમાં 17 જુલાઈ થી 24 જુલાઈ ભારે વરસાદની સંભાવના છે.આહવા, ડાંગ, વલસાડના ભાગો સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમા અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે તેમ છે.

મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે બરોડા, આણંદ, પાદરા, જંબુસર, બોડેલી, કરજણ આ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે,અમદાવાદના ભાગોમાં ભારે વરસાદની શકયતા છે.અરવલ્લીના મોડાસાના ભાગોમાં સારો વરસાદ થવાની શકયતા છે.ઉત્તર ગુજરાતમાં ભાગોમાં પણ ભારે વરસાદની શકયતા છે સાથે સાથે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો સહિત કચ્છના ભાગોમાં વરસાદની આગાહી કરાઈ છે.વરસાદની ગતિવિધિ 17 જુલાઈથી શરૂ થશે.

જાણો આજે કયા જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સુરત, ભરૂચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જાણો આજે કયા જિલ્લામાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદ,નર્મદા, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ભાવનગર,ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, બોટાદમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.

દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેને પગલે મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં ભુક્કા બોલાવી રહ્યા છે. નવસારી, વલસાડ સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગણદેવીમાં તો ચાર કલાકમાં ધોધમાર પોણા છ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી જ્યા જુઓ ત્યા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.