Ambalal Patelની મોટી આગાહી, 24 ઓકટોબર સુધી ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ મોટી આગાહી કરી છે,તેમનું કહેવું છે કે આજથી 24 ઓકટોબર સુધી ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.આ વરસાદી સિસ્ટમ દિવાળી સુધી રહેશે અને દિવાળીમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે,22 ઓકટોબર પછી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન બનતા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી 24 ઓક્ટોબર સુધી માવઠું રહેશે ગુજરાતમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરતા જણાવ્યું છે કે,18 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન બનશે જેને લઈ વરસાદી વાતાવરણ રહેશે,સાથે સાથે ચક્રવાત બનવાની પણ શકયતા છે જે વરસાદ આપી શકે છે,અણધાર્યો વરસાદ રાજ્યમાં વિવિધ વિસ્તારમાં થશે તેમજ આજથી અરબી સમુદ્રના વિસ્તારોમાં પવનનું જોર વધશે અને દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. અણધાર્યો વરસાદ રાજ્યમાં વિવિધ વિસ્તારમાં થશે આજથી અરબી સમુદ્રના વિસ્તારોમાં પવનનું જોર વધશે તેમજ ૨૨ થી ૨૪ ઓક્ટોબર બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાશે સાથે સાથે ઉત્તરીય પર્વતિય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે જેના કારણે બરફ પડશે અને ઠંડી વધશે.દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પંચમહાલ તથા ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે.બપોર પછી વરસાદ ગાજવીજ સાથે આવી શકે છે.કચ્છના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે.૨૯-૩૦ ઓક્ટોબરના સમયે પશ્ચિમી વિક્ષેપ આવશે.વાદળછાયું વાતાવરણ રહેશે ૧ થી ૭ નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે,બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે,૧૮ થી ૨૦ ઓક્ટોબર દરમિયાન બંગાળમાં વાવાઝોડું બનશે.ભારે પવનના પગલે માછીમારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. આ દિવસોમાં અરબ સાગરમાં વધુ એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતાઓ છે. જેથી 100 કિમીથી વધારે ગતિથી વાવાઝોડું ફુંકાવવાની શક્યતા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ મોટી આગાહી કરી છે,તેમનું કહેવું છે કે આજથી 24 ઓકટોબર સુધી ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.આ વરસાદી સિસ્ટમ દિવાળી સુધી રહેશે અને દિવાળીમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે,22 ઓકટોબર પછી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન બનતા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજથી 24 ઓક્ટોબર સુધી માવઠું રહેશે
ગુજરાતમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરતા જણાવ્યું છે કે,18 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન બનશે જેને લઈ વરસાદી વાતાવરણ રહેશે,સાથે સાથે ચક્રવાત બનવાની પણ શકયતા છે જે વરસાદ આપી શકે છે,અણધાર્યો વરસાદ રાજ્યમાં વિવિધ વિસ્તારમાં થશે તેમજ આજથી અરબી સમુદ્રના વિસ્તારોમાં પવનનું જોર વધશે અને દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
અણધાર્યો વરસાદ રાજ્યમાં વિવિધ વિસ્તારમાં થશે
આજથી અરબી સમુદ્રના વિસ્તારોમાં પવનનું જોર વધશે તેમજ ૨૨ થી ૨૪ ઓક્ટોબર બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાશે સાથે સાથે ઉત્તરીય પર્વતિય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે જેના કારણે બરફ પડશે અને ઠંડી વધશે.દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પંચમહાલ તથા ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે.બપોર પછી વરસાદ ગાજવીજ સાથે આવી શકે છે.કચ્છના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે.૨૯-૩૦ ઓક્ટોબરના સમયે પશ્ચિમી વિક્ષેપ આવશે.
વાદળછાયું વાતાવરણ રહેશે
૧ થી ૭ નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે,બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે,૧૮ થી ૨૦ ઓક્ટોબર દરમિયાન બંગાળમાં વાવાઝોડું બનશે.ભારે પવનના પગલે માછીમારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. આ દિવસોમાં અરબ સાગરમાં વધુ એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતાઓ છે. જેથી 100 કિમીથી વધારે ગતિથી વાવાઝોડું ફુંકાવવાની શક્યતા છે.