Ambajiમાં ગાયો માટે ઉચિત નિર્ણય નહીં લેવાય તો સમગ્ર અંબાજી બંધની ચીમકી

Jul 31, 2025 - 21:00
Ambajiમાં ગાયો માટે ઉચિત નિર્ણય નહીં લેવાય તો સમગ્ર અંબાજી બંધની ચીમકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શક્તિપીઠ અંબાજી ખાતે બે દિવસથી ગાયોનો મુદ્દો હજી થાળે પડિયો નથી. ગઈકાલે યાત્રાધામ અંબાજી ખાતે બીમાર અને ઇજગ્રસ્ત ગાયો માટે જમીનને લઈ ગૌરક્ષકો અને ગૌસેવકો એકત્રિત થયા હતા. ગૌસેવકો અને ગ્રામજનોની માંગણી છે કે જે હાલમાં બંસી ગૌસેવા ટ્રસ્ટ અંબાજીમાં અકસ્માત થતી ગાયો અને બીમારીથી પીડાતી ગાયોની સેવા થઈ રહી છે. તે જગ્યા અગાઉ અંબાજી ગ્રામ પંચાયતના સેક્રેટરી અને વહીવટદાર દ્વારા મૌખિક રૂપે ફાળવવામાં આવી હતી. તે જગ્યાએ હવે અંબાજી ગ્રામ પંચાયતના નવા ચૂંટાયેલા સરપંચ દ્વારા છીનવી લેવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેને લઇને સમગ્ર અંબાજીમાં ગૌપ્રેમીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

ગૌપ્રેમીઓ અને બંસી ગૌસેવા ટ્રસ્ટના સેવકો અંબાજી ગ્રામ પંચાયત ખાતે પહોંચ્યા

સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈ આજે યાત્રાધામ અંબાજી ખાતે સાંજે 04:00 વાગે ગૌપ્રેમીઓ અને બંસી ગૌસેવા ટ્રસ્ટના સેવકો તથા અંબાજીના ગ્રામજનો 51 શક્તિપીઠ સર્કલ પર તેમની માંગણીઓ સાથે ભેગા થયા હતા. આઠ વર્ષથી બંસી ગૌસેવાના લોકો ગાયો માટે સતત સેવા કરી રહ્યા છે. ગાયોની સેવા કરતા ગૌપ્રેમીઓ અને ગ્રામજનો સરપંચ દ્વારા કરાયેલા આ નિર્ણયને સનાતન ધર્મ વિરુદ્ધ ગણાવી રહ્યા છે. મોટી સંખ્યામાં ભેગા થઈને રેલી સ્વરૂપે ગ્રામજનો અને ગૌસેવકોએ ગાય માતાના નારા લગાવીને અંબાજી ગ્રામ પંચાયતમાં આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા.

યોગ્ય નિર્ણય નહી લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

ગૌપ્રેમીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બીમાર અને ઇજાગ્રસ્ત ગાયોની સારવાર જે ખંડેર છાત્રાલયમાં ચાલી રહી છે તે જગ્યા હવે નવા ચૂંટાયેલા સરપંચ દ્વારા એકજ દિવસ મા ખાલી કરવાનો આદેશ આપતા ગૌ પ્રેમીઓ ને ગ્રામજનો માં આક્રોશ જોવા મળ્યો હતો. આવેદનપત્ર આપવા પહોંચેલા મોટી સંખ્યામાં ગ્રામજનો અને ગૌ સેવકો દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી કે જે જો ગ્રામ પંચાયત દ્વારા ગાયો માટે ઉચિત નિર્ણય લેવામાં નહી આવે તો સમગ્ર અંબાજી બંધ રહેશે અને ઉગ્ર આંદોલન પણ થઈ શકે છે તેની સંપૂર્ણ જવાબદારી અંબાજી ગ્રામ પંચાયતની રહેશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0