Ambaji Demolition: અંબાજીમાં આજે મેગા ડિમોલિશનની કામગીરી, 89થી વધુ ઘરોને અપાઇ નોટિસ

Jan 30, 2025 - 12:30
Ambaji Demolition: અંબાજીમાં આજે મેગા ડિમોલિશનની કામગીરી, 89થી વધુ ઘરોને અપાઇ નોટિસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અંબાજીમાં આજે પણ મેગા ડિમોલિશનની કામગીરી યથાવત છે. શક્તિ કોરીડોર પ્રોજેક્ટ આડે આવતા દબાણ હટાવવા કામગારી હાથ ધરવામાં આવી છે. અંબાજીના 89થી વધુ ઘરોને નોટિસ આપવામાં આવી છે. મેગા ડિમોલિશનની કામગીરીમાં 200થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, અંબાજી ખાતે દબાણો દૂર કરવાની કામગીરી હાઈકોર્ટના નિર્દેશ બાદ શરૂ થઈ છે. શક્તિ કોરિડોરના માર્ગ પર આવેલા મકાનોના ડિમોલિશનના વિરોધમાં લગભગ 60 લોકોએ હાઈકોર્ટમાં અરજીઓ દાખલ કરી હતી. પરંતુ હાઈકોર્ટે કોઈ પણ પ્રકારની રાહત આપવા ઇનકાર કરી દીધો અને તંત્રને દબાણો દૂર કરવાની તાત્કાલિક સૂચના આપી હતી.

અંબાજીમાં 89 કાચા અને પાકા મકાનોને તંત્ર દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી કલેક્ટર, જિલ્લા પોલીસવડા અને અન્ય ઉંચા અધિકારીઓની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. અનિચ્છનીય બનાવ ટાળવા માટે પુલિસના કડક બંદોબસ્તના પગલાં લેવામાં આવ્યા છે. 50 વર્ષોથી વધુ સમયથી રહેતા લોકોના ઘરને મોડી રાત્રે ડીમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વર્ષોથી રહેતા લોકોના મકાનો તૂટતા લોકો ઘર વિહોણા થયા છે. આ ડિમોલિશનની કામગીરીને લઇ લોકોના ધર સામાન ન લેવા દેતા સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે આક્રોશ વ્યાપ્યો છે. ગઈ કાલે સાંજથી આખી રાત વહીવટી તંત્ર અને 200થી વધુ પોલીસ જવાનો કામગીરીમા જોડાયા હતા. જે.સી.બી. વડે તમામ ધરોને કરાયા જમીનદસ્ત કરવામાં આવ્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0