Ahmedabad:સાવરકુંડલા કસ્ટોડિયલ ડેથ કેસમાં હાઈકોર્ટે PSIની સજા બહાલ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાવરકુંડલાના 36 વર્ષ પહેલાં ચોરીના એક ગુનામાં યુવકનું કસ્ટોડિયલ ડેથ નીપજાવવાના ચકચારભર્યા કેસમાં ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફ્તે આરોપી પીએસઆઇ ભવસિંહ છગનભાઇ બિલવાલને ટ્રાયલ કોર્ટે ફ્ટકારેલી સાત વર્ષની સજા કાયમ રાખી છે. નોંધનીય વાત એ છે કે, આરોપી પીએસઆઇ ભવસિંહ બિલવાલે સજાના હુકમ સામે હાઇકોર્ટમાં કરેલી અપીલ ચાલવા દરમ્યાન તે પોતે ગુજરી ગયા હતા અને ત્યારબાદ તેમના વારસોએ અપીલ ચલાવી હતી પરંતુ જસ્ટિસ ગીતા ગોપીએ કસ્ટોડિયલ ડેથના કેસમાં આરોપી પીએસઆઇની સજા કર્ન્ફ્મ રાખતાં ઠરાવ્યું હતું કે, સહઇરાદાથી થયેલા ગુનાહિત કૃત્યમાં એક આરોપીની સજા પણ જો તેની વિરુદ્ધ મજબૂત અને નક્કર પુરાવો હોય તો ટકી શકે છે. પીએસઆઇ બિલવાલ વિરુદ્ધ પૂરતા પુરાવા પ્રસ્થાપિત થાય છે.
વધુમાં, ટ્રાયલ કોર્ટે આરોપી પીએસઆઇને ફ્ટકારેલા રૂ.25000ના દંડની રકમ તેના વારસો પાસેથી વસૂલવા પણ હાઇકોર્ટે મંજૂરી આપી હતી અને આ માટે સ્તાનિક જિલ્લા કલેકટર મારફ્તે દંડની રકમ વસૂલવા ટ્રાયલ કોર્ટને વોરંટ જારી કરવા હુકમ કર્યો હતો. હાઇકોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, મૃતકના શરીર પર અનેક ઇજાઓ અને સાક્ષીઓની જુબાની તેમજ પુરાવાઓના મૂલ્યાંકન પરથી પોલીસ ટીમની હાજરી અને ગુનામાં એકબીજાની ભાગીદારી(મદદગારી) સાબિત થાય છે.ખાસ કરીને પીએસઆઇ ભવસિહ બિલવાલ વિરૂધ્ધ આરોપ યથાર્થ ઠરે છે. 27-10-1989ના રોજ ચોરીના ગુનામાં સાવરકુંડલા પોલીસે ચોરીના ગુનામાં આરોપી કનુડો ઉર્ફે ભોપલાને પકડયો હતો અને પોલીસ કસ્ટડીમાં તેની પૂછપરછ દરમ્યાન તેનું મોત નીપજયું હતું. જો કે, હકીકતમાં પોલીસ કસ્ટડીમાં આરોપીને ઢોર માર મારવાના કારણે તેનું મોત થયુ હોવાનો ઘટસ્ફોટ થયેલો.
What's Your Reaction?






