Ahmedabad:વૃદ્ધ સિક્યોરિટી ગાર્ડે લિફ્ટમાં ઘૂસીને સગીરાને અડપલાં કર્યાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શહેરના વસ્ત્રાપુરમાં વાલીઓની આંખો ઉઘાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક સગીરા સાંજે ટયૂશન પૂર્ણ કરીને સોસાયટીમાં પહોંચીને લીફટમાં ઘરે જતી હતી ત્યારે સોસાયટીના વુદ્ધ સિક્યોરિટી ગાર્ડે લીફટમાં ઘૂસી જઇને દરવાજો બંધ થતાં સગીરાને અડપલાં કરીને છેડતી કરી હતી. સગીરા ગભરાયેલી હાલતમાં ઘરમાં જઇને સમગ્ર મામલાની જાણ પરિવારજનો કરતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સિક્યોરિટી ગાર્ડ વિરૂદ્ધમાં પોક્સો વીથ છેડતીની ફરિયાદ નોંધાઈ છે.પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
વસ્ત્રાપુરની એક સોસાયટીમાં 43 વર્ષીય યુવક પરિવારજનો સાથે રહીને પ્રાઇવેટ બેંકમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેમની 12 વર્ષીય દિકરી ગત.સોમવારે સાંજે ટયૂશન કલાસીસમાંથી ઘરે ગભરાયેલી હાલતમાં આવીને રડી રહી હતી. જે બાદ દંપતિએ દિકરીને વિશ્વાસમાં લઇને પૂછપરછ કરતા તેણે કહ્યુ કે, તે ટયૂશન પૂર્ણ કરીને સોસાયટીમાં આવીને લીફટની રાહ જોઇ રહી હતી. આ દરમ્યાન સિક્યોરિટી ગાર્ડ પણ ત્યાં આવીને ઉભા રહ્યા હતા. સગીરા લીફટમાં પ્રવેશતાની સાથે સિકયોરિટી ગાર્ડ પણ ઘૂસી ગયો હતો. લીફટ બંધ થતાં સિક્યોરિટી ગાર્ડે તેની સાથે ગૃપ્તભાગે શારિરીક અડપલા કર્યા હતા. આ બાદ દંપતિએ પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી.
What's Your Reaction?






