Ahmedabadમાં લુખ્ખાતત્વોએ ફરીથી શહેર લીધુ માથે, જાહેરમાં તલાવારો કાઢી રોડ પર દોડયા
અમદાવાદના પેલેડિયમ મોલ પાસે મોડી રાત્રે અસામાજિક તત્વોએ શહેરને માથે લીધુ હતુ,પેલેડિયમ મોલ પાસે જાહેરમાં તલવાર અને ડંડા વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બે ગાડીઓ ભરીને આવેલા 10 થી 12 લોકોએ એક વ્યકિત પર હુમલો કર્યો હતો,ધંધાની અદાવતને લઈ આ બબાલ થઈ હોવાની વાત સામે આવી છે. વસ્ત્રાપુર પોલીસે નોંધ્યો ગુનો અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક વધતો રહ્યો છે,જેમાં બે ગાડીઓમાં આવેલ 10 થી 12 યુવકો હુમલો કરીને ફરાર થઈ ગયા હતા જેમાં અંગત અદાવાતમાં આ હુમલો થયો હતો,તલવાર વડે હુમલો કરતા હોય તેવો વીડિયો સામે આવ્યો હતો તો વિજય ભરવાડે 10 થી 12 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.અગાઉ પ્રિન્સે વિજય ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી તો વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.પોલીસે રાયોટિંગનો ગુનો નોંધીને તપાસ હાથધરી છે. કન્સ્ટ્રક્શન મટીરીયલના વ્યવસાયને લઈ બબાલ કન્સ્ટ્રક્શન મટીરીયલના વ્યવસાયને લઈને અદાવતમાં આ હુમલો થયો હોવાનું બહાર આવ્યું છે. બે ગાડીઓ લઈને આવેલા 10થી 12 જેટલા યુવકોએ હુમલો કર્યો હતો. વિજય ભરવાડે પ્રિન્સ જાંગીડ સહિત 10થી 12 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ અગાઉ મારામારી થતા પ્રિન્સે વિજય ભરવાડ સહિતના લોકો વિરુદ્ધ સરખેજમાં ફરિયાદ નોંધાવી હતી. બંને વચ્ચે ચાલતી તકરારના પગલે તલવારો વડે હુમલાનો વિડિયો આવ્યો સામે આવ્યો છે. વસ્ત્રાપુર પોલીસે રાયોટીંગની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે. પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર સવાલ સમગ્ર ઘટનામાં પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર સવાલ ઉભા થયા છે,જાહેર રોડ પર ચાર રસ્તા પર આવી રીતે બીજાને જીવને જોખમમાં મૂકવાનું કામ આવા અસામાજીક તત્વો કરી રહ્યા છે.ત્યારે પોલીસ આવા આરોપીઓનું સરઘસ કાઢશે કે પછી ઘી ના ઠામમાં ઘી ભળે એવો ઘાટ સર્જાશે !પોલીસ જયારે નાઈટ કોમ્બિંગ કરતી હતી તે વખતે શહેરમાં ગુનેગારી થોડી કાબુમાં હતી પરંતુ પોલીસના નાઈટ પેટ્રોલિંગ પૂર્ણ થયા બાદ ફરીથી અસમાજિક તત્વો જાહેર રોડ પર આવી ગયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના પેલેડિયમ મોલ પાસે મોડી રાત્રે અસામાજિક તત્વોએ શહેરને માથે લીધુ હતુ,પેલેડિયમ મોલ પાસે જાહેરમાં તલવાર અને ડંડા વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બે ગાડીઓ ભરીને આવેલા 10 થી 12 લોકોએ એક વ્યકિત પર હુમલો કર્યો હતો,ધંધાની અદાવતને લઈ આ બબાલ થઈ હોવાની વાત સામે આવી છે.
વસ્ત્રાપુર પોલીસે નોંધ્યો ગુનો
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક વધતો રહ્યો છે,જેમાં બે ગાડીઓમાં આવેલ 10 થી 12 યુવકો હુમલો કરીને ફરાર થઈ ગયા હતા જેમાં અંગત અદાવાતમાં આ હુમલો થયો હતો,તલવાર વડે હુમલો કરતા હોય તેવો વીડિયો સામે આવ્યો હતો તો વિજય ભરવાડે 10 થી 12 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.અગાઉ પ્રિન્સે વિજય ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી તો વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.પોલીસે રાયોટિંગનો ગુનો નોંધીને તપાસ હાથધરી છે.
કન્સ્ટ્રક્શન મટીરીયલના વ્યવસાયને લઈ બબાલ
કન્સ્ટ્રક્શન મટીરીયલના વ્યવસાયને લઈને અદાવતમાં આ હુમલો થયો હોવાનું બહાર આવ્યું છે. બે ગાડીઓ લઈને આવેલા 10થી 12 જેટલા યુવકોએ હુમલો કર્યો હતો. વિજય ભરવાડે પ્રિન્સ જાંગીડ સહિત 10થી 12 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ અગાઉ મારામારી થતા પ્રિન્સે વિજય ભરવાડ સહિતના લોકો વિરુદ્ધ સરખેજમાં ફરિયાદ નોંધાવી હતી. બંને વચ્ચે ચાલતી તકરારના પગલે તલવારો વડે હુમલાનો વિડિયો આવ્યો સામે આવ્યો છે. વસ્ત્રાપુર પોલીસે રાયોટીંગની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.
પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર સવાલ
સમગ્ર ઘટનામાં પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર સવાલ ઉભા થયા છે,જાહેર રોડ પર ચાર રસ્તા પર આવી રીતે બીજાને જીવને જોખમમાં મૂકવાનું કામ આવા અસામાજીક તત્વો કરી રહ્યા છે.ત્યારે પોલીસ આવા આરોપીઓનું સરઘસ કાઢશે કે પછી ઘી ના ઠામમાં ઘી ભળે એવો ઘાટ સર્જાશે !પોલીસ જયારે નાઈટ કોમ્બિંગ કરતી હતી તે વખતે શહેરમાં ગુનેગારી થોડી કાબુમાં હતી પરંતુ પોલીસના નાઈટ પેટ્રોલિંગ પૂર્ણ થયા બાદ ફરીથી અસમાજિક તત્વો જાહેર રોડ પર આવી ગયા છે.